________________ સહજાન્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’......... સોંપી મૂક્યું હોય તો મન પણ જરા નવરું પડે ત્યારે મોઢાથી મંત્ર બોલાતો હોય s તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હોય અને મોઢે મંત્ર બોલાતો હોય તોપણ કંઈ ન કરવા કરતાં તે પુરુષાર્થ સારો છે.” - બો.૩ (પૃ.૧૧૩) શ્રી રામચંદ્ર બળદને અંતે મંત્ર સંભળાવ્યો તો તેની દેવગતિ થઈ “શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યો હતો. તેથી તેની દેવગતિ થઈ હતી.” . બો.૩ (પૃ.૧૧૬) મંત્ર જીભને ટેરવે રાખી. મૂકવાથી મન પણ તે તરફ પ્રેરાય “મંત્રનું સ્મરણ તો જરૂર જીભને ટેરવે રાખી મૂકવું કે જેથી મન પણ તે વચન તરફ પ્રેરાય અને શોક ભૂલીને ધર્મ સંભારે.” -બો.૩ (પૃ.૧૪૬) મહામંત્રનું બળવાન શ્રદ્ધાથી રાતદિવસ રટણ કરે તો મોક્ષ પણ સુલભ થાય “મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તો મોક્ષ પણ સુલભ થાય, તેવા મહામંત્રનો લાભ જેને થયો છે તેવા ! જીવે હવે ગભરાવા જેવું જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં.” બો.૩ (પૃ.૧૭૪) મહામંત્રનો લાભ છે 381