________________ આજ્ઞાભક્તિ સ્મરણમંત્રની ઉપાસના ઉલ્લાસભાવે દુઃખમાં કે સુખમાં વારંવાર કરવી. સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે.” -બો.૩ (પૃ.૧૦૩) પ.પૂ.પ્રભુશ્રીજીને જે મંત્ર મળ્યો તે જ મંત્ર મને મળ્યો, એ મારા મહાભાગ્યા પરમકૃપાળુદેવ રાળજ પઘારેલા તે વખતે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુ પ્રત્યે જેવો દર્શનનો પ્રેમ હતો તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાળજના સીમાડાથી ખંભાત દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા તે પ્રેમની યાદી આપી બીજે દિવસે પૂ. સોભાગભાઈને ખંભાત મોકલ્યા હતા અને મંત્ર પ.પૂ.પ્રભુશ્રીજીને જણાવવા આજ્ઞા કરી હતી, તે જ મંત્ર આજે મને મળે છે તે મારા મહાભાગ્ય છે.” -બો.૩ (પૃ.૧૦૭) મોઢાને તો મંત્રનું કામ સોંપી દેવું, નવરું પડે તો એમાં જાય. “કોઈ કહે કે વારંવાર મંત્ર બોલ બોલ કરે તો ખોટું દેખાય, કોઈને ગમે ન ગમે, માટે બોલ બોલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા યોગ્ય નથી. ભલેને કોઈ કહે એ તો ગાંડીઓ થઈ ગયો છે, ગાંડો ગણે તોપણ તે લત મૂકવા યોગ્ય નથી. મોઢાને તો મંત્રનું કામ 380