________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’.... વર્તના નિરંતર જેની છે તે બ્રહ્મચર્યવ્રત શુદ્ધ સ્વરૂપના ઉપયોગ વિના કેમ ર ક સમજાય? વિભાવરૂપ પરનાર તજી સ્વભાવ-સ્વશક્તિ-આત્મરમણતામાં લીન ) પુરુષ જ મૈથુનત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે. જ્યાં સુધી તારા સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્તિનું સાઘન, પાત્રતા પ્રગટ કરાવનાર બાહ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી છે અને સહજાત્મસ્વરૂપ પરમગુરુની પરમ પ્રતીતિ, રુચિ અને પરિણતિ પામે તે પછી આ બાહ્ય જગતના ક્ષણિક અને અંતે દુર્ગતિ દેનાર વિષયાનંદની રુચિ કેમ કરે? બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સદ્ધર્મની સમાપ્તિ–સાર–પૂર્ણતા આવી જાય છે. પાંચમુ મહાવ્રત અપરિગ્રહ, તે પણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુનું પરમ માહાસ્ય પ્રગટ્ય પળાય તેમ છે. પરિગ્રહ એ કારાગૃહ જ છે. જ્યાં સુધી એ પરિગ્રહરૂપી ગ્રહ નડે છે ત્યાં સુધી શાંતિ નથી પણ જ્યાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” રૂપ સત્પરુષની કૃપાદ્રષ્ટિ થઈ કે અંતરમાંથી તે પરિગ્રહભૂત ભાગી જાય છે. તેની વાસનાનો ક્ષય થાય છે અને સર્વ સંસાર સિનેમાના ખેલ જેવો બની રહે છે. પોતાને માત્ર સાક્ષીપણું પ્રાપ્ત થાય છે. આ સ્વપ્ન જેવા સંસારમાં પરિગ્રહ, છાતી પર વજન મૂકી કોઈ ઊંઘમાં મૂંઝવતું હોય તેવો દુઃખકર છે, તે પરમ પ્રગટ એવા તારા સ્વરૂપની સ્મૃતિરૂપ જાગૃતિ પામતાં તે સ્વપ્ન અને નિદ્રાનો નાશ થાય છે. પરમપદની પ્રતીતિ અને સ્વરૂપરમણતા એ જ ખરી નગ્નતા-અસંગતા છે, તે જ શુદ્ધ નિર્મળતા છે, જેથી સ્નાન કરવાની કોઈ કાળે જરૂર પડતી નથી અને એ જ અનશનરૂપ પરમ તૃતિનું કારણ છે. એ તારા સંપૂર્ણ સ્વરૂપ સિવાય વિશ્વમાં ક્યાંય સત્ય એકાંતવાસ નથી. તુહિ તેહિ તેહિ નિરંતર તુંહિ તેહિ તુંહિ હૃદયમાં અચળ વાસ કરી રહો! 3ૐ ૐ ૩ૐ 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ " બો.૩ (પૃ.૨૪) મંત્રનું પરમપ્રેમથી રટણ કરે તો જન્મ સફળ થાય અને ગતિ સુઘરી જાય અનંત કૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલો મંત્ર આ કલિકાળમાં આપણને સંતની કૃપાથી મળ્યો છે તે આપણા મહાભાગ્ય છે. જેમ કોઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કોઈ સાંકળ કે દોરડું આવી જાય તો તે ડૂબી જતો નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુઘી અવલંબનરૂપ છે. સપુરુષનું એક પણ વચન જો હૃદયમાં પરમપ્રેમથી ઘારણ થાય તો આ મનુષ્યજન્મ સફળ થઈ જાય અને તેની ગતિ સુધરી જાય એવું તેનું માહાસ્ય છે.” -બો.૩ (પૃ.૭૦) સંતની કૃપાથી મંત્ર મળ્યો તો હરતા, ફરતા સદા બોલ્યા જ કરવું મહાપુણ્યના યોગે સંતની અનંતકૃપાથી જે સ્મરણમંત્ર મળ્યો છે તેનું વિશેષ માહાભ્ય રાખી હરતાંફરતાં, બેસતાંઊઠતાં, જાગતા હોઈએ ત્યાં સુધી જેટલું બને તેટલું રટણ કરવા યોગ્ય છે.” બો.૩ (પૃ.૮૧) 379