________________
એવો નથી વિવેક'.....
જોર ચાલે તેવું નથી. પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ ચાદર લઈ ખેસની પેઠે ખભે / 3 નાખી અને પ્રસાદીરૂપે પાછી આપી સાચવી રાખવા કહ્યું.
એવો નથી વિવેક'.... શ્રીમદ્ રાજચંદ્ર માંથી -
આત્માને આત્મા જાણે અને દેહને દેહ જાણે તે વિવેક લઘુ શિષ્યો–ભગવન્! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંઘારામાં પડેલા આત્માને ઓળખવાનો દાવો છે. વિવેક વડે કરીને ઘર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ઘર્મ નથી તો વિવેક એટલે શું? તે અમને કહો.
ગુરુ—આયુષ્યમનો! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. (વ.પૃ.૯૫) મોક્ષમાળા વિવેચન'માંથી -
આત્માને ઓળખવાનો દીવો તે વિવેક સત્યને સત્ય અને અસત્યને અસત્યરૂપે સમજે તેને જ્ઞાનીઓ વિવેક કહે છે. વ્યવહારમાંઆવકાર આપે વગેરે ડહાપણથી વર્તે તેને “વિવેક' કહે. વિવેક એ જ્ઞાનનો ભેદ છે.
શ્રેયસ્કર એટલે હિત કરનાર. આત્માને ઓળખવાનો દીવો વિવેક છે તે જ્ઞાનપ્રકાશ કહેવાય છે. જે જ્ઞાનથી આત્માને ઓળખે, આત્માને આત્મા જાણે અને દેહને દેહ જાણે તે વિવેક છે. દેહને આત્મા માનવો તે અજ્ઞાન, અંધકાર અથવા અવિવેક છે. વિવેક વડે ઘર્મ ટકે છે એટલે વિવેક પ્રાપ્ત થાય તો ઘર્મ જાય નહીં. સત્ય એટલે વસ્તુ જેમ છે તેમ અને અસત્ય એટલે વસ્તુ હોય તેથી વિપરીત.” (પૃ.૧૧૩)
સંસારના સુખો ભોગવે તેથી નરકે જાય. તેને સારાં ગણે તે અવિવેક “અવિવેક છે તેથી સંસારના સુખોમાં મોહિની છે. સંસારને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે. સંસાર કડવો છે, કડવા ફળને આપે છે. સંસારના સુખો ભોગવે તેથી નરકે જાય. તેને સારાં ગણે તે અવિવેક છે. સંસાર ઝેર જેવો લાગે તે વૈરાગ્ય છે. સંસારના ઔષધરૂપ તે વૈરાગ્યને કડવો ગણે તે અવિવેક છે. ભાવઅમૃતમાં આવવું એટલે જ્ઞાન દર્શનમાં આવવું એનું નામ વિવેક છે. વિવેક એ કેવી ઉત્તમ વસ્તુ છે! અજ્ઞાનનું જ્ઞાન કરી નાખે એવી આશ્ચર્યકારી વસ્તુ છે.
વિવેક ઘર્મનું મૂળ છે. એ હોય તો પછી ઘર્મવૃક્ષ વધે. વિવેક વિના જ્ઞાન જ્ઞાનરૂપે ન ઓળખાય, શીલ શીલરૂપે ન ઓળખાય, ઘર્મ ઘર્મરૂપે ન ઓળખાય, તત્ત્વ તત્ત્વરૂપે ન ઓળખાય અને તપ તપરૂપે ન ઓળખાય.” (પૃ.૧૧૪)
૧૨૧