________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
ત્યારે આ ભાઈ બોલ્યા કે સાહેબજી, હું તો પગે લાગું પણ તમે મને શી રીતે ના પાડો છો? બાપજીએ કહ્યું કે હું માણસ અને તમો પણ માણસ છો તેથી. ત્યારે
મોતીભાઈ બોલ્યા કે ના સાહેબ, એમ ન કરવું. તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમો શાથી કહો છો? ત્યારે તેઓએ કહ્યું કે એ હું જાણું છું કે તમો જ્ઞાની છો માટે હવેથી સાહેબજી એમ ન કરશો.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગોમાંથી (પૃ.૩૪૭)
(શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠાના પ્રસંગમાંથી) અબુઘ અને અશક્ત મનુષ્યો પણ જ્ઞાની પુરુષના શરણથી અદ્ભુત ફળને પામ્યા
શ્રી વ્રજભાઈનો પ્રસંગ –“સાહેબજી જ્યારે કાવિઠા પધાર્યા ત્યારે અગાસ સ્ટેશન થઈ પધાર્યા હતા. તે વખતે સ્ટેશન પર હું હાથ જોડીને ઊભો રહ્યો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વખતે મેં સાહેબજીને વિનંતીપૂર્વક જણાવ્યું કે સાહેબજી મારી શી વલે થશે? ત્યારે સાહેબજીએ મારી સામી નજર કરી કીધું કે તમારું કામ નક્કી થશે. એક શ્રદ્ધા રાખી સ્મરણ કરજો. તે સાંભળી મેં દંડવત્ નમસ્કાર કર્યા. તે વખતે સાહેબજીએ મને જણાવ્યું કે તમોએ દંડવત્ કર્યા તેથી તમોએ અમને કાયા અર્પણ કરી.
ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે ત્યારબાદ પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજ્યા હતા. હું ત્યાં દર્શન કરવા ગયેલ. દર્શન કરતી વખતે પ્રભુને ગળગળીને મેં કહ્યું કે પ્રભુ, મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો આ જીવની શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો અને શ્રદ્ધા રાખજો. એમ કહી “પરમગુરુ સર્વજ્ઞદેવ'નો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ જણાવ્યું હતું.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૨૫૭) (પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રસંગમાંથી)
જ્ઞાની પુરુષ આગળ અજ્ઞાની પામર છે. તેનું જોર ચાલી શકે નહીં શ્રી હરજીભાઈનો પ્રસંગ –“એક વખત મંડાળામાં પૂ.હરજીભાઈ પૂ.પ્રભુશ્રીને ગુરુ કરવા ચાદર ઓઢાડવાના ભાવથી ચાદર લઈને ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂછ્યું શું લાવ્યો છે? શું કરવા? તેણે કહ્યું સ્વામીનારાયણમાં અમે ગુરુને ચાદર ઓઢાડીએ છીએ તે આજે ચાદર આપને ઓઢાડવાનો છું. હા કહો કે ના કહો પણ ઓઢાડીશ. પછી તે ઓઢાડવા જાય ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપરથી ઊભા થઈ જાય. એમ બહુ વાર કર્યું પણ લાગ ન ખાશો. એક વખત તો જલદીથી ઓઢાડવાનો વિચાર કરી પાસે ગયા ત્યાં તેમણે એક આંગળી સામી ઘરી ત્યાં તો તે પાણી પાણી જેવા થઈ ગયા અને ધ્રુજવા લાગ્યા. ઘણીવાર પછી પૂછ્યું, કેમ છે? પછી તેને લાગ્યું કે મારું કંઈ
૧૨૦