________________
‘હું પામર શું કરી શકું?”.
(પ.પૂ.પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ ઉપર લખેલ પત્રમાંથી)
હે પ્રભુ આપની પાસે રહેવું છે પણ શું કરું? સામર્થ્ય નથી હે પ્રભુ ઇચ્છા તો જ્યાં પ્રભુ વસે તે સ્થાનમાં રહેવાની થાય છે. પણ શું કરું? મારામાં કોઈ સામર્થ્ય નથી. માટે તમે સહાય કરો તો જે જે ઇચ્છા છે તે પૂર્ણ થાય. ખરી પ્રીતિ તો જળ પ્રત્યે મચ્છની છે તેમ હે પ્રભુ તમારામાં પ્રીતિ છે તે જ શ્રેષ્ઠ છે. અને (મનવચનકાયાના) જોગની પ્રીતિ છે તે તો દાદુર (દેડકો) જેમ કચરામાં દેહ રાખે તેમ છે. વળી જળની પ્રીતિ તો બેહને છે. પ્રીતિ પ્રીતિમાં ફેર હોય છે તેમ મારે તો તમને પ્રીતિ ઉપરથી દેખાડવાની નથી. પણ તમારા પ્રેમરસના શરણમાં પડવાની છે. બીજી કાંઈ જરૂર નથી હે પ્રભુ.” (શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહ લીમડીના પ્રસંગમાંથી)
હું પામર શું જાણું. હું તો આપના દર્શનાર્થે આવ્યો છું શ્રી ઠાકરશીભાઈનો પ્રસંગ –“જમીને ઉઠ્યા પછી કૃપાનાથની સેવામાં હું બેઠો હતો, તે વખતે કૃપાનાથે ઉદાસીનતાથી પૂછ્યું કે, તમે શું જોઈને અહીં દોડ્યા આવ્યા છો? અહીં શું ત્યાગ ભાળ્યો? શું વૈરાગ્ય ભાળ્યો? મેં કહ્યું–મને પામરને શું માલુમ પડે? હું તો પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરભાઈના અવલંબને આપ સાહેબને જ્ઞાનીપુરુષ ગણી અત્રે દર્શનાર્થે આવ્યો છું. મારા તો આપ પરમકૃપાનાથ સદ્ગુરુ છો. સાહેબ! મને આડો અવળો ગૂંચવશો નહીં. પછી કંઈક આત્મજ્ઞાન સંબંધી પૂછતાં કૃપાનાથે કહ્યું કે હાલ તું સમજી શકે તેમ નથી.”
-શ્રી.રા. પ્રે. પ્રસંગોમાંથી (પૃ.૩૩૨) (શ્રી છગનભાઈ નાનજીભાઈના પ્રસંગમાંથી)
તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ. શ્રી છગનભાઈનો પ્રસંગ એક નાગલપર ગામના સલાટ મોતીભાઈ જે વઢવાણ કેમ્પમાં આવીને રહ્યાં હતા તેમણે કહ્યું કે ચાલો તમારી સાથે આવું, મને રાયચંદભાઈ જ્ઞાનીના દર્શન કરાવજો. ત્યારે મેં | | | કીધું કે તમારે જ્યારે આવવું ;]WL હોય ત્યારે આવજો, દર્શન , કરાવીશું. પછી એ આવે એટલે હું બાપજી પાસે તેડી જતો. પણ આ મોતીભાઈ બાપજીને પગે લાગે ત્યારે બાપજી તેને બે હાથ ઊંચા કરીને ના પાડે.
૧૧૯