________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
કરતા હતા. ત્યારે કૃપાળુદેવે મને કહ્યું કે છગન, સાંભળ આ વાતો કરે છે તે. મેં કહ્યું કે હા બાપજી, સાંભળું છું. બાપજી કહે કે એ વાતનો પરમાર્થ સમજવાનો છે.
આનો પરમાર્થ આમ વિચારી શકાય કે આપણો આ પામર આત્મા, જગતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયની ભૂખને લઈને ઘન માલ મિલકતરૂપ આહાર મળતાં રાજી થઈ પરમ સંતોષ માને છે. પણ જ્ઞાનીઓ તેવા જીવોને પામર ભિખારીઓની ઉપમા આપે છે કે અનંતકાળથી ભોગવેલા એવા એંઠવાડા જેવા વિષય ભોગોને પામી આ પામર જીવ રાજી થાય છે, પણ પરમ અમૃત સ્વરૂપ આત્માનન્દ કે જે પોતાની પાસે જ છે તેને ખોળતો નથી, કારણ તેનું અજ્ઞાન છે. અને તેનું ભાન જ્ઞાની પુરુષો જ કરાવી શકે છે.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગોમાંથી પૃ.૩૫૩) “હું પામર શું કરી શકું?”....
કર્મને આધીન જીવ કર્તાભાવ કરે એ અહંકાર છે હું પામર શું કરી શકું? અહંભાવ છોડવાનો છે. આ જીવ “હું કરું છું' એમ અહંભાવ કરે છે.” (બો.૨ પૃ.૩૦૯)
૧૧૮