________________
‘હું પામર શું કરી શકું?”....
અંતે કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવ્યો. આ બધો પ્રભાવ તત્ત્વજ્ઞાનનો છે. (૬ કી તત્ત્વજ્ઞાનરૂપ લોચન એટલે આંખથી ત્રણે લોકમાં શું શું છે તે સર્વ જાણી શકાય છે. માટે સર્વજ્ઞ પ્રણીત આગમને અને શ્રી ગુરુ ઉપદિષ્ટ તત્ત્વને લોચનદાયક માનું.
ભગવાનનો કહેલો દ્રવ્યાનુયોગ તત્ત્વજ્ઞાનનો જ બોઘ કરે છે અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય પણ એ જ છે.
વ્યવહારિક પ્રવૃત્તિ ઘટાડી સન્શાસ્ત્ર અર્થે ઘણો અવકાશ મેળવી શકે “સત્પરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત્ જ તે યોગ બને છે. વિરલા જ સત્પરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે.
તે સત્સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સલ્ફાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.” (વ.પૃ.૬૦૭)
હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક;
ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુઘીની છેક.” ૫ અર્થ - “હું પામર છું, કશું કરી શકતો નથી, એવો વિવેક મારામાં નથી. પામર એટલે હું કશું જાણતો નથી, અઘમ છું. એવો વિવેક શાથી આવે? આપના ચરણકમળના આશ્રયની ઘીરજ, મરણ સુધી હોય તો વિવેક આવે. ક્ષણક્ષણમાં વૃત્તિઓ પલટાય છે, તો પછી વિવેક કેવી રીત આવે? મરણપર્યત તારા શરણમાં જ રહું એવો ભાવ આવે ત્યારે વિવેકની પ્રાપ્તિ થાય. એવી ઘીરજ પણ મારામાં નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) પામર શું કરી શકું?'
હું વિષય કષાયને આધીન છું માટે પામર છું. કર્માધીન છું, નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું જીવને સમજાય, એવો વિવેક આવે તો તે પામરપણાને દૂર કરવા જ્ઞાનીપુરુષનું શરણ શોધે અને મરણની છેલ્લી ઘડી સુધી તે શરણ ટકાવી રાખી સમાધિમરણ કરે. (શ્રી છગનભાઈ નાનજીભાઈ લીંબડીવાળાના પ્રસંગમાંથી)
અનંતવાર પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યા માટે એંઠવાડારૂપ શ્રી છગનભાઈનો પ્રસંગ - “એક રાત્રે ભિખારીઓ ઓરડાની પાસે બેઠા વાતો કરતા હતા કે ભાઈ, આજે જે ઠેકાણે હું માંગવા ગયેલો તેમણે સારી રીતે એંઠ વગેરેનો ભૂકો મને આપ્યો. તે મેં પોતે ખાઘો અને વધ્યો તે મારા ભાઈને પણ આપ્યો. એમ બન્ને સંતોષ પામ્યાની વાતો
૧૧૭