________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય”
મરણ આગળ તો ઇન્દ્ર પણ શરણરહિત. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. ” -શ્રી તીર્થંકર-છજીવનીકાય અધ્યયન (વ.પૃ.૫૦૪)
સર્વનું મરણ નિશ્ચિત છે માટે સમાધિમરણની તૈયારી કરવી “પૂજ્યશ્રી– જીવે બહુ વિચારવા જેવું છે. જન્મ અને લગ્નના જેમ પ્રસંગો આવે છે, તેમ મરણનો પ્રસંગ પણ અવશ્ય આવવાનો છે. માટે ચેતતા રહેવું. “એકવાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.” (૨૫) એકવાર સમાધિમરણ કરે તો બઘા ભવોમાં સમાધિમરણ જ થાય. આ સમાધિમરણનું કામ એમ ને એમ થતું નથી. પહેલાં તૈયારી કરી રાખી હોય તો થાય. “હું નહીં કરું” એમ ચાલતું નથી. મરણ આગળ ઇન્દ્ર જેવા પણ શરણરહિત છે. મહાવીર ભગવાનને ઇન્દ્ર કહ્યું કે હે ભગવાન, આપના નિર્વાણ પછી ભસ્મગ્રહ આવવાનો છે; માટે આપ થોડુંક આયુષ્ય વઘારો. ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્ય વધારવા કે ઘટાડવા કોઈ સમર્થ નથી.” (બો.૧ પૃ.૧૭૮)
દેહ અને આત્મા જુદા છે તેનો વિચાર કરીને ભેદ પાડે તો મરતા આવડે
મરતાં આવડવું જોઈએ. મરતાં આવડે તો ફરી દેહ ઘારણ કરવો ન પડે. દેહ અને આત્મા બન્નેય સ્પષ્ટ જાદાં દ્રવ્ય છે, પણ જીવે વિચાર કરીને ભેદ પાડ્યો નથી. જો ભેદ પાડ્યો હોય તો આત્મા નિત્ય છે', એવું દ્રઢ થઈ જાય. દેહ અનિત્ય છે, વિશ્વાસ રાખવા જેવો નથી. માટીનું વાસણ ફુટતાં વાર ન લાગે. તેમ આ દેહ છે તે માત્ર સંયોગરૂપ છે, પરમાણુઓનો જથ્થો ભેગો થયો છે. આત્મા દ્રષ્ટા છે. દેહ રૂપી છે અને આત્મા અરૂપી છે. જડ અને ચેતન બે વસ્તુ છે. જે જાણે તે ચેતન; જે ન જાણે તે અચેતન. જડ પુદ્ગલમાં હર્ષ-શોક, મોહ ઇત્યાદિ કરીને જીવ પોતાને સુખી માને છે તે ભૂલ છે. એ ભૂલ નીકળે તો પછી ગભરામણ, મૂંઝવણ કંઈ ન થાય. જેને મોહ ઓછો થયો છે તેને મૂંઝવણ ન થાય. આ દેહ મારો છે એમ થઈ ગયું છે. આખી જિંદગી સુધી મારો દેહ, મારો દેહ' એમ કરે પણ પોતાનો ન થાય. “મારો દેહ, મારો દેહ' કરે છે એ ભ્રાંતિ છે.” (બો.૧ પૃ.૧૭૮)
“અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” ૬. અર્થ - “તારા માહાભ્યનો મને પ્રફુલ્લિત ભાવ નથી. એવા પ્રફુલ્લિત ભાવ માટે તારા પ્રત્યે જેવા સ્નેહની જરૂર છે તેવો સ્નેહ મારામાં એક અંશ માત્ર પણ નથી. તારા ઉપર સ્નેહ શી રીતે થાય? તો કહે : પરમ પ્રભાવ હોય તો. પ્રભાવ એટલે ગૌતમ સ્વામી જ્યારે મહાવીર સ્વામી
૧૨૬