________________
અચિંત્ય તુજ માહાભ્યનો'.....
જ
'મને નથી મળ્યો છેએ પુરુષનો
પાસે આવ્યા હતા ત્યારે બહુ અહંકારથી ભરેલા અને જાણે મહાવીર સ્વામીથી લડવા માટે જ આવ્યા હોય તેવું લાગતું હતું. પણ જ્યારે ભગવાન સમીપે પહોંચ્યા ત્યારે સર્વ ખોટા ભાવ જતા રહ્યા; અને સાચા રસ્તાને પકડી લીધો. એ પુરુષનો પ્રભાવ કહેવાય છે. આવો પરમ પ્રભાવ પણ મને નથી મળ્યો કે જેથી સદગુરુ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) અચિંત્ય તુજ માહાભ્યનો'....
દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવનઘણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ.
પૂજના તો કીજે રે બારમા જિનતણી રે. ૨ સંક્ષેપાર્થ – ભગવાનની જળ ચંદનાદિકથી દ્રવ્યો વડે કરાતી પૂજા તે શુભભાવનું કારણ છે. ભાવપૂજાના બે પ્રકાર છે (૧) પ્રશસ્ત ભાવપૂજા અને (૨) શુદ્ધ ભાવપૂજા. ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવપૂજા કહે છે. ત્રણ ભુવનના સ્વામી ભગવાન વાસુપૂજ્ય મને પરમ ઇષ્ટ છે, વલ્લભ છે, તે મને અત્યંત પ્રિય લાગે છે. એ પ્રશસ્ત રાગરૂપ ભાવપૂજા છે તથા પ્રભુના શુદ્ધ સ્વરૂપને અવલંબીને પોતાના સ્વસ્વરૂપમાં તન્મય થવું તે શુદ્ધ ભાવપૂજા છે. રા.
અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુગુણ રાગ;
સુરમણિ સુરઘટ સુરત તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. પૂ૩ સંક્ષેપાર્થ :- ભગવાનના અતિશયોનો મહિમા તથા અનંત દુઃખરૂપ સંસારથી આત્મઘર્મની ઓળખાણ કરાવી ઉગારનાર એવા પ્રભુના ઉપકારોને સંભારવાથી તેમના પ્રત્યે નિર્મળ ગુણાનુરાગ પ્રગટે છે. ત્યારે તેના આગળ દેવતાઈ મણિ હો કે દેવતાઈ કામકુંભ હો અથવા દેવતાઈ કલ્પવૃક્ષ હો તે સર્વ તુચ્છ ભાસે છે. એવો જે જિન વીતરાગનો રાગી એટલે પ્રેમી હોય તેને મહાભાગ્યશાળી જાણવો. એ પણ પ્રશસ્ત ભાવપૂજા છે.” -ચં.ચો.(અર્થસહિત) ભાગ-૧ (પૃ.૧૪૮)
“તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેથી જ જ્ઞાનને ચારિત્ર તે જ છેજી;
તેહથી રે જાયે સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોયે પોજી. સંક્ષેપાર્થ - તમારું ધ્યાન તે જ સમકિતસ્વરૂપ છે, તે જ જ્ઞાન છે અને ચારિત્ર પણ તે જ છે. તેથી સઘળાં પાપ દૂર થાય છે. અને પરિણામે ધ્યાન કરનાર પણ ધ્યેયસ્વરૂપને પામે છે, અર્થાત્ જેનું ધ્યાન કરે તેવો જ તે પોતે બની જાય છે.” -ચ.ચો.(અર્થસહિત) ભાગ-૧ (પૃ.૨૧૦) “અચિંત્ય તુજ માહાભ્યનો'....
ચિંતવનમાં પણ ન આવી શકે એવું હરિ એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ “અદ્ભુત! અદ્ભુત! અદ્ભુત! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું?” (વ.પૃ.૨૪૪)
૧૨૭