________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
પરમાત્મા તે આનંદની જ મૂર્તિ છે, સર્વગુણનો ભંડાર
“કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ.” (વ.પૃ.૨૩૮)
જ્ઞાનીઓને આત્માના સુખ આગળ જગત તૃણવત્ ભાસે જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો.” (વ.પૃ.૯૬૯) (શ્રી મલકચંદભાઈ મોરબીવાળાના પ્રસંગમાંથી)
જાણે સાક્ષાત્ ભગવાન જ હોય’ શ્રી મલકચંદનો પ્રસંગ – “સાહેબજીની મુદ્રા તદ્દન વિષય-કષાય રહિત અને શાંત હતી અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમજ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોઘ હોય નહીં. અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંકલના અદ્ભુત લાગતી.
જ્ઞાન અમારામાં પરિણમેલું છે ખાતાં, ઉઠતાં, બેસતાં, તદ્દન અપ્રમત્તદશા જોવામાં આવતી. એક વખતે બોલ્યા કે, જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું.
- વાણી તદ્દન અમૃતમય, સામા માણસ ઉપર અસર થાય જ વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં ટંકોત્કીર્ણ હતા કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં. અને એમ જ ઇચ્છા રહે કે તેઓશ્રીના સમીપમાં રહીએ જેથી હંમેશાં નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી.” પ્રેરક પ્રસંગો પૂ.૭૯) (શ્રી છગનભાઈ નાનજીભાઈના પ્રસંગમાંથી)
તમારા ઘચ ભાગ્ય કે આવા જ્ઞાની પુરુષ તમારે ઘેર જભ્યા શ્રી છગનભાઈનો પ્રસંગ - માતુશ્રી તથા નાના માતુશ્રી (ઝબકબા) ત્યાં પઘાર્યા હતા. ત્યાં કૃપાનાથે મને કહ્યું કે એ બઘા રાત્રે બેસે છે ત્યાં તું નાથીબાને સાથે લઈને જા તથા ઘર્મધ્યાન, સ્તવન, પ્રતીતિ વગેરેની વાત કરજો. પછી મેં નાથીબેનને કહ્યું કે માતુશ્રી તથા નાના માતુશ્રીને કૃપાળુદેવ સાથે સાંસારિક સગપણ નથી, પણ તેમને એવી વાત કરવી કે તમારા ઘન્ય ભાગ્ય છે કે આવા જ્ઞાની પુરુષ તમારા ઘરે અવતર્યા. અમો તો એ પુરુષને ભગવાન જ ગણીએ છીએ. તેના આશરે કલ્યાણ જ થાય; પણ તમોને તે વિષે ભગવાન જેવો રાગ નથી. પણ આ અવસર જાય છે. તમારા જેવાના ઘરમાં ચિંતામણિ રત્નનો જોગ છે. તમો તે વાત લક્ષમાં લો. એ વિચારી જુઓ કે આ કાકા લીંબડીના તથા અમો વીરમગામના તે આવા મહાત્માના કારણથી ઘરબાર સામું જોતા નથી અને તેમની સમીપમાં તેમની આજ્ઞા ઉપાડીએ છીએ. આમ કૃપાળુદેવની જ્ઞાની તરીકેની પ્રતીતિ અમોને વિશેષ થતી ગઈ છે એમ વાત કરવી.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૫૦)
૧૨૮