________________
“અચિંત્ય તુજ માહાભ્યનો'......
જ્ઞાનીના અચિંત્ય માહાભ્યનું જેટલું ઓળખાણ તેટલું કલ્યાણ
“જ્ઞાની પુરુષનું અગમ્ય, અગોચર માહાભ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય.” (વ.પૃ.૯૯૦) જીવનકળા'માંથી -
ખેડાથી દેવકરણજી મહારાજ પ્રભુશ્રીજીને લખે છે કે :
એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમદ્ ઊતરેલા તે મુકામે ગયો. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે.”
પરમકૃપાળુદેવની અદ્ભુત દશા “અડતાલીસની સાલમાં રાળજ બિરાજ્યા હતા. તે મહાત્મા શાંત અને શીતલ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્ન ભાવી અલિંગી નિઃસંગ દશા વર્ણવતા હતા.” (પૃ.૨૩૦) (શ્રી રત્નકુક્ષી મા દેવબાઈના પ્રસંગમાંથી)
પરમકૃપાળુદેવની અલિપ્ત દશા શ્રી રત્નકુક્ષીમાનો પ્રસંગ –“સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં હતા ત્યારે માતુશ્રીને પોતે કહ્યું કે “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો આખી ઉમરમાં અમે કર્યો નથી. અને મને (માતુશ્રીને) કહ્યું કે–આપની આજ્ઞા હોય તો હું આજથી સર્વ પ્રકારે વ્રતનો નિયમ ઘારણ કરું.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨) (શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર, વસોના પ્રસંગમાંથી)
સાહેબજી લલ્લુજી મહારાજને પગે લાગવાનું કહેતા શ્રી જેઠાભાઈનો પ્રસંગ - “શ્રી લલ્લુજી મહારાજને કોઈ પહેલા પગે લાગતા નો'તા. તેથી સાહેબજી (પરમકૃપાળુદેવ) બઘાઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા.
પણ આ મહાત્માને જોઈ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતા હતા. પણ આવો બઘો દેખાવ જોઈને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બિલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી.
કરવા માંડો તો જ સફળ થશે, કહેવા માત્રથી સફળતા નથી તે ટાઈમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જ ઘર્મ સંબંધીની ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં સાહેબજીનો બોઘ સર્વોત્કૃષ્ટ થયો હતો અને તે ભટ્ટારક સ્તવનો
૧૨૯