________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રી કહેતા કે “તેમ કરવા માંડો તો જ સફળ થશે, પણ કહેવારૂપ બોલવાથી કંઈ સફળ થશે નહીં.’’ (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૭૩)
સ્પૃહારહિત જ્ઞાનીના અદ્ભુત ઉપદેશથી ઘણા જીવો બૂઝે
“સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિષે અદ્ભુતપણું છે, તેઓ નિચ્છિાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ્ય છે, માટે સહેજે માહાત્મ્યને લઈને ઘણા જીવો બૂઝે છે.’’ (વ.પૃ.૭૦૭)
(શ્રી છોટાલાલ માણેકચંદ ખંભાતના પ્રસંગમાંથી)
પૂછવા ઘારીને આવેલા સર્વનું ઉપદેશમાં જ સમાધાન
શ્રી છોટાલાલભાઈનો પ્રસંગ :-“સં.૧૯૪૯ના આસો માસમાં પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે મારા મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા કરી હતી. સાહેબજી તે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૉલમાં લોકો ભરાઈ જતા જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહોતી. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું. જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા અને વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય !’’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૯૮)
અહો! અહો! અહો! તેમના પવિત્ર ગુણો
“અહો! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું, અહો! તેમની વીતરાગતા, અહો! તેમની મુખમુદ્રા, અહો! તેમની કૃપા એ બધું વચનમાં આવી શકે નહીં પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓશ્રી માટે વધુ શું લખું ?’' -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૦૦)
(શ્રી છોટાલાલ છગનલાલ ખંભાતના પ્રસંગમાંથી)
પોતાના કુટુંબ પ્રત્યે પણ રાગ દશા જોવામાં આવી નહીં પરમકૃપાળુદેવની દશા વિષે નીચે મુજબ મારા જોવામાં આવેલ છે :
શ્રી છોટાલાલભાઈનો પ્રસંગ ઃ– સંવત્ ૧૯૪૯ની સાલમાં પરમકૃપાળુદેવ પોતાની દુકાનમા બેસતા હતા, તો પણ પોતાની દશા વહેવારિક પદાર્થ પર નહીં રાખતા જ્ઞાનીના માર્ગ પ્રત્યેની વિશેષ લાગણી જોવામાં આવતી હતી; એવી ખાતરી અમોને થયેલ છે. ત્યારબાદ સંવત્ ૧૯૫૨માં તે જ રૂપે દશા જોવામાં આવેલ. તે વખતે તેમના ધર્મપત્ની તથા તેમના બે પુત્રો અને એક પુત્રી મુંબઈ મુકામે હોવા છતાં પણ તેમનામાં રાગદશા જોવામાં આવતી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું અગર કોઈ મુમુક્ષુ સાથે જ્ઞાનાદિ સંબંધી વાતના ઘ્યાનમાં વિશેષ કાળ નિર્ગમન થતો હતો. એ અમોને ખાતરીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓશ્રી હરતા ફરતા હોય તો પણ સચિત્ત
આનંદ એવા એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતાં જોવામાં આવતાં હતા.’’
-શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગોમાંથી (પૃ.૨૩૦)
૧૩૦