________________
‘આપ તણો વિશ્વાસ દૃઢ’.....
ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું. એમ કહી તે કામે ચાલી ગઈ.
બન્ને ભાઈઓ બધે ફરીને બાગ આદિ સ્થળો જોઈ રહ્યા એટલે ઉત્તર તરફ જવા નિષેધ કરેલો તેથી જ ખાસ જિજ્ઞાસા થઈ કે જોઈએ તો ખરા ત્યાં શું છે. એમ ધારી તે દિશામાં ચાલ્યા. ત્યાં હાડકાં આદિ દુર્ગંધી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને શૂળી ઉપર ચઢાવેલો હતો તેથી બૂમો પાડતો હતો, તેની પાસે તે બન્ને પહોંચી ગયા, તેનો અંત નજીક જણાતો હતો.
ke
G
તે બન્નેએ પૂછ્યું, “આપનું અમે શું હિત કરીએ ?’’ તેણે કહ્યું “ભાઈ, હું હવે મરણની નજીક છું, તેથી બચી શકું તેમ નથી. પણ તમારી આવી જ દશા થનારી છે. તમારી પેઠે મેં બહુ વિલાસ એ રયણાદેવી સંગે ભોગવ્યા, પણ તેને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે તેને મળી ગયા એટલે મારી આ દશા તેણે કરી. હાલ તે નથી એટલે જ તમે આ પ્રદેશમાં આવ્યા લાગો છો. બીજા કોઈ મળતાં તમે પણ શૂળીના ભોગને પ્રાપ્ત થશો.” આ સાંભળી બન્નેએ તેને હાથ જોડી વિનંતિ કરી કે કોઈ ઉપાય અમારા છુટકારાનો હોય તો કૃપા કરી જણાવો. તેણે કહ્યું કે દરિયા કિનારે એક યક્ષ રહે છે, તે દ૨૨ોજ બપોરે પોકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું? તે વખતે તેનું શરણ ગ્રહણ કરી, “આપ ગમે તે કહેશો તે મારે માન્ય છે, પણ મને બચાવો અને અમારે
૭૯