________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
છું, આકાશ અને ભૂમિને જેટલું છેટું છે તેટલું રોગાદિને અને મારે છેટું છે, તે મારા આત્માથી ભિન્ન છે; એવું ભેદજ્ઞાન ત્યાં બળવાન થાય ત્યારે પરોક્ષમાંથી
પ્રત્યક્ષમાં આવે છે.” (ઉ.પૃ.૩૪૭) શ્રદ્ધા એ મહા બળવાન વસ્તુ છે. તે જેને થઈ તેના હજારોભવ નાશ પામી જશે
“આખો સંસાર ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મમરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું? તેમાંથી બચવા શું કરવું?
૧. મુમુક્ષુ–સત્સંગ. ૨. મુમુક્ષુ–સપુરુષની ભક્તિ. ૩. મુમુક્ષુ–સપુરુષના આશ્રયે વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ. ૪. મુમુક્ષુ–આત્માનો નિશ્ચય કરી લેવો. ૫. મુમુક્ષુ–બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીના ચરણમાં વાસ કરવો. ૬. મુમુક્ષુસદ્ગુરુએ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખવો.
પ્રભશ્રી–અપેક્ષાએ આપ સર્વેનું કહેવું યોગ્ય છે. અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે. તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું, તે અમને પણ સંમત છે. “સા પરમ કુદ્દા' સહુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત એક જ છે. જો તે થઈ ગઈ તો જપ, તપ, ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. શ્રદ્ધા એ મહા બળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ, તપ, ભક્તિ આદિ સર્વ છે જ. માટે એક શ્રદ્ધા આ ભવમાં અવિચળ કરી લેવી.
આ એક પકડ કરી લેશો તો કામ થઈ જશે. હજારો ભવ નાશ પામી જશે. દેવગતિ થશે. અનુક્રમે મોક્ષ થશે.” (ઉ.પૃ.૩૭૩)
યક્ષની વાત જેણે દૃઢ વિશ્વાસથી પકડી રાખી તે બચી ગયો જિનરક્ષિત અને જિનપાલિતનું દૃષ્ટાંત – “એક ઘનાઢ્ય શેઠને જિનરક્ષિત અને જિનપાલિત એમ બે દીકરા હતા. તે મોટી ઉંમરના થયા. ત્યારે વેપાર કરી સ્વાવલંબનથી ઘન કમાઈ આત્મસંતોષ મેળવવા ઇચ્છા થતાં માતાપિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી હઠ કરી પરદેશ ગયા. ઘણો માલ ભરી, વહાણ દૂર દેશમાં લઈ જઈ વેચી ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી. પાછા દેશમાં આવા નીકળ્યા. રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયાં. પણ એક બેટ ઉપર બન્ને આવી ચઢ્યા. ત્યાં એક રયણાદેવી રહેતી હતી. તેણે બન્નેને લલચાવી પોતાને સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા. ઘર પણ ન સાંભરે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી વિષયસુખમાં લીન કરી દીધા. એક દિવસ ઇન્દ્રની આજ્ઞા મળતાં તેને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડ્યું. એટલે તે બન્ને ભાઈઓને કહ્યું કે ખાસ કામ અર્થે મારે ત્રણ દિવસ જવાનું છે. પણ તમને અહીં કંઈ અડચણ પડવાની નથી; જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં
૭૮