________________
સેવાને પ્રતિકૂળ જે.... ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે.
૪. દેવગતિ - પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુઘા નગર ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે; એ દેવગતિ.
એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે.” (વ.પૃ.૭૦).
મનુષ્યભવ દુર્લભ છે-ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલી મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો સહજાત્મસ્વરૂપ પરમગુરુ”નો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે.” (ઉ.પૃ.૧૧૮) .
“એવો યોગ લહ્યા છતાં, લાગ્યો ન બોઘ લગાર, પ્રભુજી;
જાગ્યો ન જો મોહનીંદથી, ઢોર સમો અવતાર, પ્રભુજી. રાજ અર્થ - આવા આર્યક્ષેત્રમાં ઉત્તમકુળ, જાતિ, નિરોગી કાયા, સપુરુષના યોગસહિત દેવદર્લભ માનવજન્મ પામીને સ્વઘામરૂપ મોક્ષને માટે સત્પરુષના બોઘની લગાર માત્ર પણ અસર ન થઈ તો આ દેહમાં સ્થિત આત્માને અનંતવાર ધિક્કાર છે.
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અઘિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!” (વ.પૃ.૯૫૨) આવા ઉત્તમયોગમાં પણ આ જીવ મોહનિદ્રામાંથી જાગૃત ન થયો તો ઢોરના અવતાર અને આ મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી, અર્થાત્ તે નર નથી પણ વાનર જ છે.” વિદ્યા વિના પશુfમ: સમાના' આત્મવિદ્યાથી રહિત નર પશુ સમાન છે.” ” જા.
-પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧ (પૃ.૫૨૪) “સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ;
દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.” ૧૦ અર્થ - “જે સેવાને પ્રતિકૂળ છે એવા બંધનના કારણોનો પણ મને ત્યાગ નથી. સેવાભાવ કરતા હોય તો ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. પણ આ ઇન્દ્રિયો તો માનતી જ નથી, અને બાહ્ય પદાર્થો ઉપર રાગ કરે છે. તો સેવાભાવ ક્યાંથી થાય? સેવાભાવથી કલ્યાણ થાય એવું છે. કેમકે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સેં, સબ આગમ ભેદ સુ ઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે.” એવો પ્રેમ પ્રભુ પ્રત્યે થાય તો આત્માનું કલ્યાણ થાય.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૭) સેવાને પ્રતિકૂળ જે....
સેવા એટલે આજ્ઞા. તારી આજ્ઞા ઉઠાવવામાં વિદ્ધકારક એવા કારણોનો મેં ત્યાગ કર્યો નહીં. પ્રમાદ એ પણ આત્મકલ્યાણ કરવામાં મહા વિજ્ઞકારણ છે એ વિષે પરમકૃપાળુદેવ બહુ
૧૭૯