________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
fe 1 ભારપૂર્વક એક પ્રસંગમાં જણાવે છે :
(શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદવાળાના પ્રસંગમાંથી)
સેવાને પ્રતિકૂળ એવા પ્રમાદને તજવાનો મહાન ઉપદેશ શ્રી મોતીલાલભાઈનો પ્રસંગ :–“સાહેબજીના સમાગમ લાભે તે વખતની મારી આત્મદશા ઘણી જ વૈરાગ્યવાળી થઈ હતી; પ્રથમ પ્રમાદ ઘણો જ વર્તતો હતો. તે દૂર કરાવ્યો હતો. મને સાહેબજીના સમાગમથી નિર્ભયપણું એટલા સુધી રહેતું હતું કે સાહેબજીના આશ્રયે એમની છત્રછાયા નીચે આ ક્ષણિક જીવનનો ત્યાગ થાય તો કેટલું કલ્યાણ થાય એવા વિચારોથી ઘણો જ આનંદ વર્તાયા કરતો હતો.” (શ્રી રા.પ્રેરક પ્રસંગો પૃ.૨૮૬)
અમે વીરપ્રભુના છેલ્લા શિષ્ય, અલ્પ પ્રમાદથી ભવભ્રમણ “એક દિવસ રસ્તે ચાલતા ચાલતા સાહેબજીએ બોઘ દેવો શરૂ કર્યો હતો. તેમાંનો સ્મૃતિમાં રહેલ બોઘનો ટૂંકામાં ભાવાર્થ અત્રે જણાવું છું –
સાહેબજી કહે : “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ. અમે જ્યારે વીરપ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૮૭) સેવાને પ્રતિકૂળ જે’...... શ્રીમદ્ રાજચંદ્રામાંથી -
કલ્યાણને વિષે પ્રતિબંઘરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોઘ થવાને અર્થે, અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાઘન છે.” (વ.પૃ.૩૭૨)
કંચન, કાંતાના બંઘન તોડું તો પ્રભુસેવામાં મન જોડું યાજ્ઞવલ્કક્યનું દૃષ્ટાંત :- “યાજ્ઞવક્ય નામે બ્રાહ્મણ હતો. તે જનકરાજાના દરબારમાં
૧૮૦