________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
મુનિશ્રી પઘાર્યા તે વખતે શ્રી પરમકૃપાળુદેવ ગાદી ઉપર બિરાજેલ હતા તે ગાદી કાઢી નાખી પોતે જાજમ ઉપર બિરાજ્યા. તે વખતે સમોવસરણ જેવી
રચના અમને આબેહૂબ લાગી હતી.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ. ૨૬૨) (શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદના પ્રસંગમાંથી)
પરમ આદરભાવથી પરમકૃપાળુદેવના ચરણ તળે કીનખાબના રેજા પાથર્યા
શ્રી સોમચંદભાઈનો પ્રસંગ “સં.૧૯૫૭ના કાર્તિક વદ ૩-૪ના દિવસે સવારમાં આવતી ગાડીમાં પરમકૃપાળુદેવ પધાર્યા અને સ્ટેશનથી બારોબાર આગાખાનના બંગલે પધાર્યા. પૂ.શ્રી પોપટલાલભાઈએ શેઠ પૂંજાભાઈ હીરાચંદની દુકાનેથી કીનખાબના રેજાની ગાંસડી મંગાવી તે તાકાના રેજા બંગલાના ઝાંપેથી માંડી પગથિયા તથા સીડી ઉપર હૉલ સુધી પાથરી દીધાં. તેના ઉપર શ્રી પરમકૃપાળુદેવ ચરણકમળ મૂકતાં મૂકતાં ઉપર પહોંચી બિરાજ્યા હતા.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૧૮)
સપુરુષની દશા સમજાય તો તેમના પ્રત્યે પરમ આદરભાવ આવે. પ.પૂ.પ્રભુશ્રીજી આહોર પધાર્યા ત્યારે ઘર ઘર દર્શન કરવા મુમુક્ષુઓ બોલાવી ગયા, ત્યારે રસ્તામાં પ્રભુશ્રીજીના પગ જમીન ઉપર પડવા દીધા નહીં. પણ આગળ આગળ ચાદરો પાથરી પાથરીને લઈ ગયા હતા. કારણ પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે આવો પરમ આદરભાવ મુમુક્ષુઓને હતો.
સપુરુષની અદ્ભુત દશા સમજાય તો તેમના પ્રત્યે પરમ આદરભાવ આવે. પણ હે પ્રભુ! મારામાં આપના પ્રત્યે જોઈએ તેવો પરમઆદરભાવ આવ્યો નહીં.
જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ;
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ.” ૪ અર્થ: “સદગુરુ પ્રત્યે વિશ્વાસ અને આદરભાવ આવવા માટે સત્સંગની જરૂર છે. આવો સત્સંગનો યોગ પણ મને નથી. આપની સેવાનો પણ મને યોગ નથી. સેવાભાવ આવવા માટે, અર્પણતાની જરૂર છે. તેવી અર્પણતા પણ મારામાં નથી. અર્પણતા મેળવવા માટે અનુયોગનો આશ્રય લેવાનો છે. આવો આશ્રયનો પણ મને યોગ નથી. (પ્રથમાનુયોગ અથવા ઘર્મકથાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ કહેવાય છે.)” -પૂ.શ્રી.બ્ર.જી. (પૃ.૧૪૬)
ભગવાન મહાવીરનો બઘો બોઘ આ ચાર અનુયોગમાં સમાય છે. પ્રથમાનુયોગમાં મહાપુરુષોના જીવનચરિત્રોની કથાઓ આવે છે. મન જો કષાયવાળુ હોય ત્યારે એ કથાનુયોગ વિચારવા યોગ્ય છે. કરણાનુયોગમાં કર્મગ્રંથની વાતો આવે છે અને તેની પ્રકૃતિઓની ગણતરીની વાત આવે છે. તે, મન જ્યારે જડ જેવું થયું હોય ત્યારે વિચારવા યોગ્ય છે.
ચરણાનુયોગમાં ચારિત્ર સંબંધી વાતો આવે છે. તે, મન જ્યારે પ્રમાદી થઈ ગઈ ગયું હોય ત્યારે વિચારવા યોગ્ય છે.
૮૮