________________
‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’.....
આરાધક હોય તો બે ઘડીમાં ય કેવળજ્ઞાન થાય. કોઈ સાધનનો આપણે નિષેધ નથી. સાધન કરવાં, પણ આત્માને ભૂલી ગયો તો એ સાઘન રમકડાં જેવાં છે.” (બો.૨ પૃ.૧૪૫)
જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે, તે ઘર્મધ્યાન છે
“જ્ઞાનીની આજ્ઞાથી કલ્યાણ છે. મને પરમાર્થપ્રાપ્તિ થઈ છે એમ માનતા હો તો તપાસવું કે મારી વૃત્તિ પરમાત્મામાં એકતાન છે કે નહીં? જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય.’
એવી લય લાગે ત્યારે જ્ઞાનીની આજ્ઞા વિસરાય નહીં. એવું થયું હોય તો પરમાત્મામાં એકતાન છે એમ જાણવું. જ્ઞાનીની આજ્ઞામાં એકતાનતા છે, તે ધર્મધ્યાન છે.” (બો.૨ પૃ.૨૯)
જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુદેવની આજ્ઞા આરાઘવી
“જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવુ નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હોય નહીં. આ કાળમાં એવો યોગ થયો છે, પણ દુર્લભ છે. અનેક નવલકથાઓ, છાપાંઓ વગેરે નીકળે છે. સત્શાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અસદ્ગુરુ એને અવળે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુદેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી, રાખે તો આવરણ થાય.
આ જ્ઞાની, આ જ્ઞાની એમ ન કરવું. જે વચનોથી જીવ જાગતો થાય, તે વચનોથી પણ જીવને જાગૃતિ થતી નથી! મોહમાં ને મોહમાં ફરે છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે, એની આજ્ઞા આરાધવી.'' (બો.૨ પૃ.૧૨૭)
પરમકૃપાળુદેવે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું માટે પ્રત્યક્ષ જ્ઞાની
‘(૧) પ્રશ્ન—“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે ?
ઉત્તર—જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ.પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ; તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છેજી.’ (બો.૩ પૃ.૭૭૭)
જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાઘન કરવું એ જ ધર્મ
“ ‘જ્ઞાનીની આજ્ઞાને વિચારવી.’ (૪૬૦) એ વિષે પૂછ્યું, તે વિષે જણાવવાનું કે “બાળાÇ ધો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ” એમ શાસ્ત્રો પોકારીને કહે છે, તો મને તેવી આજ્ઞા
૬૭