________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
ક્યારે મળે? આજ્ઞા ઉઠાવવાથી અવશ્ય કલ્યાણ થાય તેમ છે એવું હૃદયમાં ક્યારે નિરંતર રહ્યા કરે? આજ્ઞા ઉઠાવાતી નથી તેટલો વખત કલ્યાણ થતું નથી એવી
સ્મૃતિ રહેવાથી પણ વૈરાગ્ય ઉદાસીનતા અન્ય કાયોંમાં રહેવી ઘટે, તે થાય છે કે નહીં? શાને જ્ઞાની પુરુષો આજ્ઞા કહે છે? શા અર્થે કરે છે? આજ્ઞા પ્રાપ્ત થતાં જીવને કેટલો સપુરુષનો ઉપકાર સમજાવો જોઈએ? તેની નિષ્કારણ કણાને નિત્યપ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષ તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!”” (બો.૩ પૃ.૩૧૦) ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'.
જ્ઞાની પુરુષની આજ્ઞાના ત્રણ પ્રકાર (૧) જ્ઞાનીપુરુષના સ્વમુખે જે આજ્ઞા જીવને મળે છે તે એક પ્રકાર છે. (૨) પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફત જીવને આજ્ઞા પ્રાપ્ત થાય, અને (૩) ત્રીજો પ્રકાર - પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈ જીવ આરાઘતો હોય તેની પાસેથી તેનું માહાત્ય સમજી તે આજ્ઞા-આરાધકની પેઠે જે જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાઘે છે. આ ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાઘવા અર્થે છે અને ત્રણેથી કલ્યાણ થાય છેજી.
પહેલા ભેદનું દૃષ્ટાંત–શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ઘર્મ પામ્યા.
બીજા ભેદનું દ્રષ્ટાંત–ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમસ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ઘર્મ સંભળાવજો.
ત્રીજા ભેદનું વણાગનટવરનું દ્રષ્ટાંત–લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો (કૌરવ-પાંડવો જેવા)ના યુદ્ધમાં (મહાવીર સ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. તેને મોટા રાજા–ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે એવી તપસ્યા કરતો હતો. પારણાને દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો, એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી. ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં હંકાવી નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાઘન-ભક્તિ કરવી. તે વાત તેનો સારથિ પણ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. પછી યુદ્ધમાં ગયા.
સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે એણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર પાંચ બાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ પાંચ બાણ ઘોડાઓને માર્યા, પણ રાજા બચાવ કરી શક્યો નહીં અને મરણ
૬૮