________________
‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'.....
પમાડે તેવાં તે બાણ જાણી તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઊતરીને ઘોડાનાં બાણ કાઢી નાખ્યાં, તો તે / પ્રાણરહિત થયાં. તેવી જ પોતાની દશા થશે એમ જાણી નદીની રેતીમાં તે રાજા છે, સૂઈ ગયો. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યા કે હે ભગવાન! હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હો તે મને હો. એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેણે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યા તેમ તે દાસે પણ કર્યું અને બન્નેના દેહ છૂટી ગયા. રાજા દેવલોકમાં ગયો અને દાસનું પુણ્ય તેટલું નહોતું તેથી વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયો. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મોક્ષમાર્ગ આરાઘી તે મુક્ત થયો. હજી તે રાજા તો દેવલોકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે તે અર્થે કરવું. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૫૦૦)
સ્વચ્છેદે જીવ પ્રવર્તે છે તેથી સદ્ગુરુની આજ્ઞામાં રહેવું અઘરું પડે બળદને જેમ ચીલો કાપવો આકરો પડે છે તેમ સ્વચ્છેદે જીવ પ્રવર્તી રહ્યો છે તેને સદગુરુની આજ્ઞારૂપ નાથ અઘરી પડે છે, પણ તે વિના જીવ અનાથ અને અશરણ છે; અને તે અનાથપણું ટાળવા અનાથી મુનિ સરખા આત્મજ્ઞાન પામેલા સદગુરુનું શરણું અને બોઘ શ્રેણિક મહારાજા જેવાને પણ ગ્રહણ કરવાં પડ્યાં હતાં અને તેવા પુરુષના યોગે જ જીવને પોતાની ભૂલ સમજાય છે. એ અનાદિ ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાઘન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે.” (બો.૩ પૃ.૫૨) સપુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ઘર્મનું કારણ નથી'
તત્ ૩ૐ સત્ર “પરમ ઉપકારી અહો! રાજચંદ્ર ગુરુદેવ,
મોક્ષ થતાં સુધી રહો, આપ પ્રભુની સેવ. વિ.શુભેચ્છા સંપન્ન સાધ્વીજીનો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાઘનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. બારમાં વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન શ્રી દેવચંદ્રજીનું ચોવીશીમાં છે તે વાંરવાર વાંચી તેમણે અભ્યાસ કરવા જેવું છેજી. તેમાં જણાવ્યું છે –
આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ઘર્મ, દંશણ, નાણ, ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચંદ્રાનનટ
૬૯