________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
જેમને આત્મા પ્રાપ્ત છે એવા પ્રત્યક્ષ સત્પરુષ કૃપાળુદેવની આજ્ઞા
“કલ્યાણ શાથી થાય? પ્રત્યક્ષ સત્પષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે ને કલ્યાણ થશે. એને ગરજ, રુચિ જાગે તો કલ્યાણ થાય. માર્ગ જુદો છે. કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. કોઈ સાચી વસ્તુનું અવલંબન મળે તો કામ થાય....મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થયું. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાચન, વિચાર કરવાનું રાખવું.” (બો.૧ પૃ.૫૨૭)
જ્ઞાનીની આજ્ઞાથી મંત્ર મળ્યો, તેમાં રહેવાય તેટલું આત્મામાં જ રહેવાય પૂજ્યશ્રી- “જેમ સ્વચ્છંદ રોકાશે તેમ આગળ વઘાશે. બધી વસ્તુઓ છોડી એક પર આવવું. બઘા વિકલ્પો છોડી ‘હું કંઈ જાણતો નથી”, એવું કરવું. જ્ઞાની જાણે છે. એની આજ્ઞા મળી તો બીજા વિકલ્પો ન કરવા. “કાળા થી માઈ તવો” (આચારાંગ). સાચી વસ્તુ મળી તો બીજા વિકલ્પો ન કરવા. “મંત્ર' છે તે આત્મા જ મળ્યો છે, એમ માનવું. બીજા વિકલ્પો ન કરવા. જેટલું મંત્રમાં રહેવાય તેટલું આત્મામાં જ રહેવાય છે. જડ, ચેતન એને જ્ઞાની જાણે છે. જ્યારે આવરણ ખસશે ત્યારે સમજાશે. ડાહ્યા થવું નથી. વઘારે ડાહ્યો વઘારે ખરડાય. મંત્ર મળ્યો છે તે આખા જીવનનું ભાતું છે. મંત્ર મળ્યો છે તેથી હવે દેહ છૂટી જાય તોય કંઈ વાંધો નથી.”
(બો.૧ પૃ.૪૫૨) પહેલાના વખતમાં પ્રાણ જાય તો પણ આજ્ઞા ન તોડે એવા જીવો હતા. “સહજાનંદસ્વામી થયા તે વખતના જીવોને વિષે આજ્ઞાની વૃત્તિ હતી. પ્રાણ જાય તો પણ આજ્ઞાને ગૌણ ન કરે એવા જીવો હતા. પરમાર્થની ઇચ્છા જીવોને ઓછી થતી જાય છે.
પહેલાંના સમયમાં ચક્રવર્તી જેવાને રાજ્ય છોડવાનું કહેતા તો છોડી દેતા. તેથી ઉપદેશ પણ એવો કરતા. જ્ઞાની પુરુષ જીવની વૃત્તિ જોઈને ઉપદેશ કરે છે. પહેલાં તો બઘા ઘર્મ સાંભળવા આવતા ત્યારે આચાર્ય પ્રથમ તો સાધુપણાની વાત કરતા કે છૂટવું હોય તો આ મુનિપણું છે. એમ સવેસંગપરિત્યાગની વાત કરે. પહેલાં જો શ્રાવકપણાની વાત કરે તો ગૃહસ્થઘર્મનો વ્રતો લઈ જીવ સંતોષ માને. તેથી આચાર્યને શિક્ષા થતી (પ્રાયશ્ચિત્ત લેવું પડતું). જો સામા જીવને મુનિપણું પાળવાની શક્તિ ન હોય તો શ્રાવકપણાનું વર્ણન કરે.
પહેલાં તો બઘાંના આયુષ્ય લાંબા હતાં અને જીવોને ગરજ પણ હતી. કેટલાંય શાસ્ત્રો મોઢે કરતા. બઘાંય શાસ્ત્રો મોઢે રાખતા. પણ જેમ જેમ કાળ પડતો આવ્યો તેમ તેમ ભુલાતું ગયું. તેથી પછી શાસ્ત્રો લખાયાં.” (બો.૨ પૃ.૧૦૨)
સાઘન કરતાં આત્માને ભૂલી ગયો તો એ સાઘન રમકડાં જેવા જ્ઞાનીની આજ્ઞાએ મોક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હોય તે મુમુક્ષુ કરે તો પણ એનો મોક્ષ થાય. માહાભ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો
૬૬