________________
‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’....
ત્યાં પણ આત્મા જ જોવો. એટલે ઘર, શરીર, આકાશ વગેરે જે જોવાય છે તે આત્માના જ્ઞાન ગુણે કરીને જોવાય છે.જો આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. બધી સત્તા છે તે આત્માની જ છે. આત્મા તો છે જ, પરંતુ જે નાશવંત છે તેમાં હુંપણું, મારાપણું કરે છે તે મૂકી દેવું. અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે એમ શ્રદ્ધા કરવી.’’ (ઉ.પૃ.૪૩૫)
પરમકૃપાળુદેવે જે આજ્ઞા નાની મોટી કરી, તે જ ઉપાસવા યોગ્ય
“અમને જે જે આજ્ઞા તે પરમકૃપાળુદેવે કરી છે તે આજ્ઞા મારે પણ હો! એ ભાવના પણ રાખવી યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે જીવાત્માની કર્મપ્રકૃતિ કુશળ વૈદની પેરે દેખી જેને જે આજ્ઞા નાની મોટી કરી છે તો તેણે તે જ આજ્ઞા તનમનથી ઉઠાવવી કર્તવ્ય છેજી. આગળ ઉપર આ ભવમાં અગર પરભવમાં મોટી આજ્ઞા તેને અવશ્ય તેવા જ્ઞાનીથી અથવા તે જ જ્ઞાનીથી મળી આવશેજી.’’ (ઉ.પૃ.૫૦)
‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'... ‘બોઘામૃત ભાગ-૧,૨,૩' માંથી' :
મંત્રની આજ્ઞા મળી, તેનો જાપ કરવાથી કર્મ જાય
“જેને જ્ઞાનીપુરુષનો યોગ થયો છે તેને ફિકર નથી. જ્ઞાની જાણે છે તે મારે જાણવું છે, એવી ભાવના રાખવી. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યો ત્યારે તેની રાતદિવસ ધૂન લગાવી. પછી કૃપાળુદેવને પૂછ્યું કે કેમ કંઈ દેખાતું નથી ? કૃપાળુદેવે કહ્યું કે કર્યા જવું અને દેખવા કરવાની ઇચ્છા પણ ન કરવી. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે મારે જાણવો છે અને આજ્ઞા મળી તેનો પુરુષાર્થ કરવો. મંત્ર મળ્યો છે તેનો જાપ કરવો. એથી કર્મ જાય છે.’’ (બો.૧ પૃ.૪૯૨)
આજ્ઞાની અપૂર્વતા લાગે તો જીવને સમ્યગ્દર્શન થાય
“નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.’’
“આજ્ઞા એટલી બધી અચળ કરી મૂકવી કે એના વિના ગમે જ નહીં, પણ જીવને અપૂર્વતા નથી લાગતી. અપૂર્વતા લાગે તો સમ્યગ્દર્શન થાય. રોજ ખાય છે, પીએ છે તોય જાણે કોઈ દિવસ ખાધું જ નથી એમ થાય છે. જ્યાં સુધી ભાન હોય, શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય ત્યાં સુધી સ્મરણ મૂકવું નહીં. એ થાય ક્યારે ? અપૂર્વતા લાગે ત્યારે. (બો.૧ પૃ.૬૭૮)
દરેક કામ કરતાં સંભારવું કે આમાં જ્ઞાનીની આજ્ઞા છે?
“પૂજ્યશ્રી—જે થોડીક પણ આજ્ઞા મળી હોય તેને દરેક કામ કરતાં સંભારે કે હું એ કામ કરું છું એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે નહીં? અને આજ્ઞાને આરાધવાનો બહુ પ્રયત્ન કરે. તે માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. “બાળાÇ ધમો બાળાÇ તવો’ સ્વચ્છંદને રોકવો એ મોટું તપ છે.”
(બો.૧ પૃ.૧૩૨)
૬૫