________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે, તેમની આજ્ઞા
“આજ્ઞાએ ઘર્મ– કૃપાળુદેવની આજ્ઞા. પરમકૃપાળુદેવનું શરણું છે. તે માન્ય = છે. સૌ સંપે મળીને રહેજો. મતમતાંતર, ભેદભેદ, પક્ષપાત નથી. વાત છે માન્યાની. કૃપાળુદેવે મને કહ્યું છે એ વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે, જેમ છે તેમ છે. આત્મા કોને કહીએ? જ્ઞાનીએ આત્મા જોયો છે. એમણે જેને જણાવ્યો છે તે માન્ય કરવો, એ વગર નહીં.” (ઉ.પૃ.૪૦૪)
મહાત્માનું દ્રષ્ટાંત - “એક મહાત્મા હતા. તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો. ત્યારે મહાત્મા કહે કે કૂતરાને નાખી દે. ત્યારે તે કહે કે આપ પ્રથમ આરોગો. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. એમ જે આજ્ઞા-આરાઘનને બદલે પોતાનું ડહાપણ કરે તે કામ ન આવે.” (ઉ.પૃ.૪૩૫)
ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને, તેમ પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને ગુરુ મનાવ્યા
શ્રી ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત - “ગૌતમસ્વામીએ પંદરસો તાપસીને જ્ઞાન પમાડ્યું ત્યારે ગૌતમસ્વામીને ગુરુ માનવા લાગ્યા. પણ ગૌતમસ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સત્પરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાઘવી; કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. તેથી પોતાની મતિ-કલ્પના ન દોડાવતાં સપુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને કહે તેમ કરવું.”
(ઉ.પૃ.૪૩૫) જ્ઞાનીની આજ્ઞા આરાધતા જીવનો તત્કાળ મોક્ષ શ્રેણિક રાજા શિકારે ગયા હતા. ત્યાં મુનિનો સમાગમ થવાથી જ્ઞાન પામ્યા. ગજસુકુમારને એક હજાર ભવ જેટલાં કર્મ હતાં. તે ભગવાન નેમિનાથના સમાગમે મળેલી આજ્ઞા આરાઘતાં નિર્જરા થઈ નાશ પામ્યાં અને તત્કાળ મોક્ષે ગયા. તેથી માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા, પુરુષાર્થ મુખ્ય છે. તે હોય તો પૂર્વ પુણ્યના ઉદયે જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે. તારી વારે વાર! પરંતુ પાત્રતા, ભાજન વગર શું આપે? પોતાનું આગળનું ગ્રહણ કરેલું, માનેલું જે મિથ્યાત્વ છે તે મૂકી દે અને હું કંઈ જ જાણતો નથી એમ સમજે તો બોઘ યથાર્થ પરિણમે; પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે.” (ઉ.પૃ.૪૩૫)
કૃપાળુદેવે અમને આજ્ઞા કરેલી કે બાહ્ય દેખાય ત્યાં પણ આત્મા જ જોવો “આત્મા તો સર્વ પાસે છે; પરંતુ તે બહાર જોઈ રહ્યો છે. હું વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી વગેરે છું અને ઘર વગેરે દેખાય છે તે મારું છે એમ માની પરિણમી રહ્યો છે. જ્યારે અંતરાત્મા થાય ત્યારે બાહ્ય વસ્તુઓથી પોતાને ભિન્ન માને તથા દેખે. કૃપાળુદેવે અમને કહેલું કે બાહ્ય દેખાય છે
૬૪