________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
એ મહાપાપોથી ક્યારે છૂટીશ? એમ પોતાના દોષો જણાયા ત્યારે તેને કાઢવાનો ભાવ થયો. હવે તો આત્મકલ્યાણ કરવું એ જ સાર્થક છે. એમ દૃઢ નિશ્ચય કરી ત્યાં જ પંચમુષ્ઠિ લોચ કર્યો અને તે જ નગરના એક દરવાજે દોઢ મહીના સુધી ઘ્યાનમાં ઊભા રહ્યા. લોકોએ તેને બહુ સતાવ્યા. પછી બીજે દરવાજે ઊભા રહ્યા. પછી ત્રીજે, અને છેલ્લે ચોથે એમ ચારેય દરવાજે દોઢ દોઢ મહિનો ઊભા રહી લોકોએ જે જે દુઃખ આપ્યું તે બધું સમતાએ સહન કરી છ મહિનામાં સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. એમ જે દોષોને કાઢવાનો નિશ્ચય કરે તો જરૂર થઈ શકે તેમ છે. (‘ભાવનાબોથ’ના આધારે)
માન મોટાઈનો દોષ મૂક્યા વગર જ્ઞાનીના વચનો આત્મામાં ઊતરે નહીં
“સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્યું, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.’’ (વ.પૃ.૭૧૨)
પોતાના દોષ જોવા, પરના નહીં; તો જ આ સંસારમાં રહેવું યોગ્ય
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.’’ (વ.પૃ.૩૦૭)
સર્વ દોષોને ટાળવાનો ઉપાય; દોષને ઓળખી દોષને ટાળવા
“આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા.' (વ.પૃ.૮) સત્પુરુષનો ઉપદેશ વિચારે તો જીવના દોષ અવશ્ય ઘટે
ન
“સત્પુરુષો ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં.’’ (વ.પૃ.૭૧૦)
‘ઉપદેશમાળામાંથી –
સ્થૂલિભદ્ર જેવા પારસમણિએ લોઢા જેવી કોશાને પણ સુવર્ણમય બનાવી સ્થૂલિભદ્રના બ્રહ્મચર્યની દૃઢતાનું દૃષ્ટાંત–“સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઈ, નમીને
૩૦