________________
હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'......
દોષને ઓળખી દોષ ટાળે નહીં તો કોઈ દિવસે દોષો ઘટે નહીં
“જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે, માટે તેવાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્જવલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં.” (વ.પૃ.૭૧૦)
વિષયકષાયાદિ દોષ ગયા વિના મોક્ષે જવાય નહીં વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે.” (વ.પૃ.૭૧૦)
ક્રોધાદિ દોષો મારે કાઢવા જ છે એમ વિચારે તો તે જરૂર જાય “ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ લોભરૂપી જીવને દરદ છે તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય.
સાચા ઉપાય જીવ શોઘતો નથી. જ્ઞાની પુરુષનાં વચન સાંભળે તો પ્રતીતિ નથી. “મારે લોભ મૂકવો છે” “ક્રોઘ માનાદિ મૂકવાં છે' એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તો દોષ ટળી જઈ અનુક્રમે “બીજજ્ઞાન’ પ્રગટે.” (વ.પૃ.૭૦૧)
જીવ જો વૃઢ નિશ્ચય કરે તો ક્રોધાદિ મૂકી શકાય, વૃઢપ્રહારીનું દ્રષ્ટાંત - દૃઢપ્રહારી એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે સતવ્યસન ભોગી હોવાથી પિતાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાંથી જઈ તે ચોરો સાથે ભળ્યો. બીજાને મારવામાં મહાપરાક્રમી હોવાથી ચોરોએ તેને પોતાનો ઉપરી સ્થાપ્યો અને તેનું નામ દ્રઢપ્રહારી રાખ્યું.
તે એક દિવસે એક બ્રાહ્મણના ઘરમાં પેઠો. ત્યાં બ્રાહ્મણીએ ખીર બનાવી હતી. તેના બાળકો તે ખીર ખાવા માટે ચારે બાજુ બેઠા હતા. દ્રઢપ્રહારીને ભૂખ લાગવાથી તે ખીરપાત્ર લેવા મંડ્યો ત્યારે બ્રાહ્મણી બોલી–અરે મૂર્ખના મહારાજા આ ખીરપાત્રને કેમ અડકે છે? અમારે પછી એ કામ નહીં આવે; એટલું પણ તું જાણતો નથી. આ વચનથી દૃઢપ્રહારીને ક્રોધ વ્યાપ્યો તેથી એક મુક્કો મારી બ્રાહ્મણીને મારી નાખી. નાહતો નાહતો બ્રાહ્મણ બચાવવા આવ્યો તો તેને પણ મારી નાખ્યો. ઘરમાંથી ગાય પણ દોડતી સામે થઈ તો તેને પણ મુક્કો માર્યો જેથી તે મરી ગઈ અને તેના પેટમાંથી વાછરડું બહાર નીકળી પડ્યું. તેને તરફડતું જોઈને, દ્રઢપ્રહારી જે અસલમાં બ્રાહ્મણ પુત્ર હોવાથી તેને વિચાર થયો કે અરેરે! મેં સ્ત્રીહત્યા, બ્રાહ્મણહત્યા, ગોહત્યા, બાળહત્યા કરી; હવે
૨૯