________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'...
ગોંસાઈજીએ આવીને કહ્યું કે હું વિષ્ણુભક્ત છું, ચોરી કોઈ બીજાએ કરી છે [E 3 એમ કહે.” ત્યારે ભગતે કહ્યું કે “એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તો ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું–શું કરવો છે દેહને!” (વ.પૃ.૭૦૩)
પરમકૃપાળુદેવને પરમપુરુષની ભક્તિ વિના કંઈ પ્રિય નથી એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહદારી છીએ કે કેમ તે સંભારીએ છીએ ત્યારે માંડ જાણી શકીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦)
ઘણું મનન કર્યા પછી વૃઢ નિશ્ચય કે ભક્તિ એ જ સર્વોપરી માર્ગ “ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે સપુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.”
(વ.પૃ.૨૬૪) મુક્તિનું કારણ એવી સાચી ભક્તિ પ્રગટાવી અતિ દુર્લભ ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં પણ છે, એમ લાગે છે.”
(વ.પૃ.૩૦૧) અભણનું જ્ઞાન પણ ભક્તિથી નિર્મળ થાય, અને તેથી મોક્ષ થાય “પ્ર–અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે?
ઉ—ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.” (વ.પૃ.૪૩૦)
સવારના ૪ થી ૭ ભક્તિ માટે યોગ્ય કાળ અને મંત્ર રટણ સર્વકાળ માટે યોગ્ય
“ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય.
અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તો પણ ટૂંકામાં લખ્યું છે.
(એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે.
૧૫૭