________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને જ શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે.” (વ.પૃ.૨૮૮)
ભક્તિમાર્ગ પ્રવેશ નહીં'... ઉપદેશામૃત માંથી -
સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરી પશ્ચાતાપ કરે તો પાપનો નાશ થાય મુમુક્ષુ–પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો?
પ્રભુશ્રી–ભક્તિ, સ્મરણ, પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.” (ઉ.પૃ.૪૪૩)
બ્રહાચર્યાશ્રમમાં રહી સ્વરૂપભક્તિમાં લીન રહેવું “સતુ અને શીલ એ યોગ્યતા લાવશે. અને છેવટમાં કહી દઉં? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? તો ભક્તિ, ભક્તિ અને ભક્તિ. સ્વરૂપભક્તિમાં પરાયણ રહેવું.” (ઉ.પૃ.૩૬૯)
ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. કલિકાળમાં આવી ભક્તિ ક્યાંથી હોય
સત્સંગે સમાગમે વાણી સાંભળવામાં આવે છે તેથી હિત થાય છે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું? કર્તવ્ય શું છે? ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી. એ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ છે.
મુમુક્ષુ–ભક્તિયે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી?
પ્રભુશ્રી–હૃદયમાં ટેક રાખવો. વીસ દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે. સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે છે તેમ આ જીવને ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. “હે! પ્રભુ, હે! પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય!”” (ઉ.પૃ.૪૦૦)
પરમકૃપાળુદેવની જે ભક્તિ કરે છે તેના અમે દાસના દાસ છીએ. “ગુરુભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છેજી, તે કર્તવ્ય છેજી. હે પ્રભુ! આપને એક ભલામણ છે તે પ્રથમ પણ કહેલ તે હવે પણ ધ્યાનમાં લેશોજી. હે પ્રભુ! અમે તો આ યથાતથ્ય સદ્ગુરુના ભક્તના દાસના દાસ છીએ અને તે સદ્ગુરુ યથાતથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર છેજી. હે પ્રભુ! આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દીન શિષ્ય છેજી. તો હવે તે સ્વરૂપ યથાતથ્ય ક્યાં છે તે વિચારી ભક્તિ કર્તવ્ય છેજ.” (ઉ.પૃ.૨૬)
૧૫૮