________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'.....
પાપીને પાપો યાદ કરી પ્રભુ સમક્ષ પશ્ચાતાપ કરવાનો અધિકાર છે
“ભક્તિ જીવે કર્તવ્ય છે. સર્વ ઘર્મમાં ભક્તિને પ્રધાનપદ આપ્યું છે. વૈષ્ણવ , હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કોઈ ભક્તિમાં નથી માનતા એમ નથી. એનાથી પાપનો નાશ થાય છે. પાપી છે તેને આર્તભક્તિ કરવાનો અધિકાર છે. બાકી ભક્તિના ઘણા પ્રકાર છે. બોઘ સાંભળવો, વાંચન, વિચારણા, સદ્ગમાં પ્રેમ, ભાવ-એવી ભક્તિ ઉત્તમ છે.” (ઉ.પૃ.૪૪૪)
પરમકૃપાળુદેવની પરમાત્મા પ્રત્યે અખંડ એકતાર ભક્તિ પરમકૃપાળુદેવ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ, એકતારપણું ઇચ્છતા હતા. એવી એક્તાર ભક્તિ એ જ માર્ગ છે. પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે જામ્યો છે તેના સ્મરણપણે એકતાર થવાનું છે. પરમજ્ઞાની કપાળદેવ એક ગાથા કલાકના કલાક સુથી એક શૂનથી બોલતા. કોઈ બેઠું હોય તેને સાંભળવું હોય તો સાંભળે. પણ બીજી વાત કરતા નહીં. એમ એક લયથી સ્વરૂપનું રટણ કરતા કે તેમના બોલવાના પડછંદા પડે.” (ઉ.પૃ.૪૪૪)
તમારી તો યુવાવસ્થા છે, તો થાય તેટલી ભક્તિ, ભક્તિ ને ભક્તિ કરી લો
અમે પણ એવી ઉમ્મર હતી ત્યારે આવેશપૂર્વક અખંડ ધ્યાન આપતા અને અપૂર્વ ભક્તિ થતી. વનમાં એકલા જઈને, ચિત્રપટની ભક્તિ કરતા. એમ એ ભક્તિની લય હતી. હવે ઘડપણને લઈને નમસ્કાર પણ થઈ શકતા નથી. થાકી જવાય છે. તમારી તો હજુ યુવાવસ્થા છે, તો થાય તેટલી ભક્તિ, ભક્તિને ભક્તિ કરી લો. અહીં તો લૂંટંલૂંટ કરવાની છે! જે ભાવ કરે તેના પોતાના છે. હમણાં પ્લેગ ચાલે છે તેથી માણસો મરણના ભયને લીધે ગામ બહાર તંબુ ઠોકીને રહ્યા છે; પણ ભક્તિ કરતા નથી!” (ઉ.પૃ.૪૪૪)
- સાચો ભક્ત એ જ કે જે પરમાત્માની ભક્તિમાં જીવન ગાળે. “પરમાત્મા ભક્તોને મોક્ષ આપવા કરતાં ભક્તિ આપવામાં પણ છે; અને ભક્તને પરમાત્માની ભક્તિ એ જ તેનું જીવન છે.” (ઉ.પૃ.૯)
મોક્ષે જવાનો સીઘો રસ્તો તે ભક્તિ. આવો જોગ ફરીથી નહીં મળે “પ્રભુશ્રી–ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. મુકામે જવાનો રસ્તો છે. ભક્તિભાવથી કલ્યાણ થાય છે; પણ ઘેર બેઠા ન થાય. આ ભાવ કરો. ફરીથી દાવ નહીં આવે, માટે ભક્તિ કરવાની છે.”
(ઉ.પૃ.૨૦૯) જ્ઞાનીની ભક્તિ ભાવથી આજ્ઞા સહિત કરે તો જ્ઞાન આપોઆપ નિર્મળ થાય
“સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાનની યાચના કરતાં ભક્તિની કામના રાખવી એ વિશેષ હિતકારી છે એમ જ્ઞાની પુરુષોનું અનુભવ-કથન છે, તે વિચારશો.”
(ઉ.પૃ.૧૧૯)
૧૫૯