________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન E ની વાસનાથી બચવું. મનુષ્યભવ ચિંતામણિ સમાન છે. જે ઇચ્છે તે મળી શકે.
વાસના ભૂત જેવી છે. જેમ કોઈને ભૂત વળગ્યું હોય ત્યારે ગાંડો બની જાય છે,
તેમ વાસનાથી મનુષ્ય ગાંડો બની જાય છે.” (બો.૧ પૃ.૧૨૫) નથી સર્વ તુજ રૂપ'...
હે પ્રભુ! બઘા જીવો મૂળ સ્વરૂપે, તારા જેવા શુદ્ધ સ્વરૂપી હોવા છતાં, “શુદ્ધભાવ મુજમાં નથી, માટે તેમ જોવાતું નથી. “અમૂલ્ય તત્વવિચાર’ નામના કાવ્યમાં પણ કૃપાળુદેવે જણાવ્યું છે કે -
“સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો' પ.પૂ.પ્રભુશ્રીજી યોગવાસિષ્ઠ' ગ્રંથ વાંચવાથી આ જગત બધું ભ્રમરૂપ છે એમ જોતા. પછી પરમકૃપાળુદેવ મળ્યા ત્યારે કહ્યું કે મુનિ ભ્રમ નહીં પણ બ્રહ્મ જુઓ-આત્મા જુઓ. પછી સર્વમાં આત્મા-પ્રભુ જોતાં થયા. તેથી એમનું નામ પણ “પ્રભુશ્રીજી” પડી ગયું. શ્રી તુલસીદાસજીએ પણ એક ગાથા લખી છે કે –
“ચિત્રકૂટકે ઘાટ પર, ભઈ સંતનકી ભીર;
તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.” અર્થ - ચિત્રકૂટના ઘાટ ઉપર સંતજનોની ભીડ જામી છે. તુલસીદાસજી ચંદન ઘસીને ભક્તોને તિલક કરતી વખતે બઘામાં રામ જુએ છે. બઘાના હૃદયમાં રામ વસેલા છે.
- જીર
T
૪૨