________________
‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ’.....
તેં એને શંકામાં નાખ્યો છે માટે તારે માફી માગવી જોઈએ. ત્યારે તરત ગૌતમસ્વામી જઈને શ્રાવક પાસે માફી માગી આવ્યા.’’ (બો.૧ પૃ.૨૮૦)
જે રાગદ્વેષ ઘટાડે અને મટાડે તે ભગવાન જેવો થાય
“કૃપાળુદેવ કહે છે કે રાગદ્વેષથી રહિત થવું એ જ ધર્મ છે. ધર્મ ઘર્મ કરે અને રાગદ્વેષ કરે તો ધર્મ ક્યાંથી થાય? મોક્ષે જવું હોય તો રાગદ્વેષને ઓછા કરવા પડે. ભગવાન પ્રત્યે રાગ કરવાનો છે. એ એકપક્ષી રાગ હોવાથી મોક્ષે લઈ જાય છે. ભગવાન પ્રત્યે રાગ થવા માટે સંસાર પ્રત્યેથી રાગભાવ ઓછા કરવાનો છે. કોઈથી વેરભાવ રાખવો નહીં. મૈત્રીભાવ રાખીને વર્તવું. જે રાગદ્વેષ ઓછા કરે છે તે ભગવાનની પાસે જાય છે.’’ (બો.૧ પૃ.૮૧)
આપણે જેની ભક્તિ કરીએ તે વીતરાગ હોવા જોઈએ
“ગુણવાનની ભક્તિ કરે તો ગુણ પ્રાપ્ત થાય અને વ્યસનીની ભક્તિ કરે તો વ્યસન પ્રાપ્ત થાય. પહેલામાં પહેલો લક્ષ એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે વીતરાગ છે કે નહીં? કૃપાળુદેવે એ જ લખ્યું છે કે જેની પાસેથી ધર્મ માગવો, પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.’ (૪૬૬) જો અજ્ઞાનીની ભક્તિ કરે તો આખી જિંદગી એની નકામી જાય. જગતમાં દેખાદેખી ભક્તિ થાય છે. સાચા સદ્ગુરુ મળ્યા હોય અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે પાણીમાં કમળ રહે તેમ રહે છે, વૈભવ એને બાધા કરતો નથી. ભરત મહારાજને જ્યાં દેખો ત્યાં ભગવાન જ જાણે દેખાતા, એવી ભક્તિ એમને હતી. જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે.’” (બો.૧ પૃ.૬૭૫)
૧૬૩