________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
તેમણે તે દિવસથી ઓછું કરવા માંડ્યું. એમ કરતાં કરતાં તેમને એમ થયું કે મારે તો હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી તે તપ વગેરે કરવા
લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે આનંદ શ્રાવક માંદા છે. ગૌતમસ્વામી આનંદશ્રાવકને ઘેર ગયા. તેમણે ગૌતમસ્વામીને પાસે આવવા કહ્યું. તેઓ પાસે ગયા ત્યારે ચરણસ્પર્શ કર્યા પછી આનંદશ્રાવકે કહ્યું કે મને તો પહેલો દેવલોક દેખાય છે.
ક
SEN
gar
(ws
|
ગૌતમસ્વામીને થયું કે ગૃહસ્થને આટલી નિર્મળતા થાય નહીં, એટલે સ્વાભાવિક કહ્યું કે ગૃહસ્થને એટલું હોય નહીં અને ગુરુની આગળ જૂઠું બોલાય નહીં, માટે માફી માગો. ગૌતમસ્વામી ગુરુ એટલે આનંદશ્રાવક કંઈ બોલ્યા નહીં, પણ એટલું પૂછ્યું કે સાચાની માફી કે જૂઠાની ? ગૌતમસ્વામીએ કહ્યું કે જૂઠાની. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે તો હું માફી માગવા યોગ્ય નથી. પછી ગૌતમસ્વામી શંકાસહિત ભગવાન પાસે ગયા અને પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું કે હા, ખરું છે. આનંદને પહેલું સ્વર્ગ દેખાય છે.
૧૬૨