________________
‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ’.....
પ્રશસ્ત રાગ છે. કોઈ જીવો કુળધર્મવડે ગુરુની ભક્તિ કરે છે. કોઈ જીવો મુનિના શીલ, તપ, દયા આદિ દેખીને ભક્તિ કરે છે. પણ મુનિ ‘સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને આરાધે છે', એવા ભાવથી ભક્તિ કરે તે સાચી ભક્તિ છે.’’ (બો.૧ પૃ.૨૮૬) આત્માને ઓળખવાનું કે ભક્તિનું કામ ઉલ્લાસપૂર્વક કરવું
“મહાપુરુષોએ આ જગતની બધી વસ્તુઓ તપાસી સારરૂપ એક આત્મા કાઢ્યો. “આત્માથી સૌ હીન.” આત્માથી કોઈ ચઢિયાતી વસ્તુ નથી. ત્રણ જગતના સારરૂપ આત્મા છે તેને ઓળખવો. બીજાં કામ તો કરવાં પડે તેમ કરવાં, પણ ધર્મનું કામ તો ઉલ્લાસપૂર્વક કરવાનું છે. ભક્તિમાં ઉલ્લાસ ન રહે તો અબહુમાન દોષ થાય.’’ (બો.૧ પૃ.૪૦૫)
મારે ભગવાનની ભક્તિ જ કરવી છે. તેનું ફળ આત્માની નિર્મળતા
આનંદશ્રાવકનું દૃષ્ટાંત – ‘આનંદશ્રાવકને મહાવીર મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલાં બધાં ગાડાં, ગાયો વગેરે છે અને એમની પાસે કંઈ નથી, તોપણ એ વધારે સુખી છે. તેમણે મહાવીર ભગવાનને પૂછ્યું કે હે ભગવાન! મારે સુખી થવું છે, એનો ઉપાય બતાવો. ભગવાને કહ્યું કે ઉપાધિ વધારીશ નહીં.
JM.
૧૬૧