________________
સેવાને પ્રતિકૂળ જે'.....
પડી મુમુક્ષુના પગે બેડી બે બળવાન,
આરંભ-પરિગ્રહ-જનક કનક-કામિની માન. ૩ અર્થ –જેને સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી છૂટવાની ઇચ્છા છે એવા મુમુક્ષુના પગમાં પણ કર્મને આધીન બે બળવાન બેડીઓ પડેલ છે. તે આરંભ અને પરિગ્રહને જન્મ આપનાર એક કનક એટલે સોનાદિ-પરિગ્રહ પ્રત્યેનો રાગ છે અને બીજો સ્ત્રીઆદિ પ્રત્યેનો મોહભાવ છે.
આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ;
એ ત્યાગી, ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ.” (વ.પૃ.૮૨) પ્ર.વિ.ભા.૧ (પૃ.૩૧૨ સેવાને પ્રતિકૂળ એવા વ્યવસાયને જેમ બને તેમ સંક્ષેપ કરતાં જવું “જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઈ પ્રારબ્ધયોગ કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું' એવું ફરી ફરી વિચારીને અને “જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે” એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તો બોઘનું ફળવું થવું સંભવે છે.” (વ.પૃ.૩૯૮)
પરિગ્રહના પ્રતિબંધને ત્યાગી ઉપદેશ કરું તો ફળે. એક તપસ્વીનું દૃષ્ટાંત - “એક વાર એક માણસે એક તપસ્વીને કહ્યું : “સાહેબ, મને ત્યાગ ભાવના વિષે ઉપદેશ આપો.” એ સાંભળી તપસ્વી તરત જ બહાર ચાલ્યા ગયા. આજુબાજુ બેઠેલા લોકોને આ જોઈ ખૂબ નવાઈ લાગી. પેલો માણસ પણ ભોંઠો પડીને ત્યાંથી જતો રહ્યો.
૧૮૩