________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
થોડીવાર પછી તપસ્વી પાછા આવ્યા. એટલે એક જણે તેમને પૂછ્યું : ‘એક ભાઈ ત્યાગભાવના વિષે ઉપદેશ સાંભળવા આપની પાસે આવ્યા, ત્યારે આપ કશો ઉપદેશ આપ્યા વિના બહાર કેમ ચાલ્યા ગયા? એ બિચારાને કેટલું ખોટું
લાગ્યું હશે ?’
ત્યારે તપસ્વી બોલ્યા : “ભાઈઓ તે વખતે મારી પાસે ચોવીસ રતીભાર જેટલી ચાંદી હતી. એટલો સંગ્રહ મારી પાસે હોય અને ત્યાગ વિષે કોઈને ઉપદેશ આપવા બેસું, એ મને બહુ શરમભરેલું લાગ્યું એટલે હું બહાર જઈને મારી પાસે રહેલા એ ચાંદીનું દાન કરી આવ્યો. હવે હું
ખુશીથી ત્યાગભાવના વિષે કહી શકું એમ છું. -સંતોની જીવન પ્રસાદીમાંથી તે બંધન નથી ત્યાગ’.....
તે બંધન મુખ્યત્વે ચાર પ્રકારના છે ઃ–
(૧) લોકસંબંધી બંધન (૨) સ્વજન કુટુંબરૂપ બંધન (૩) દેહાભિમાનરૂપ બંધન અને (૪) સંકલ્પ વિકલ્પરૂપ બંધન. તેનો મેં ત્યાગ કરવા પુરુષાર્થ કર્યો નહીં.
૧૮૪