________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
કલ્યાણ છે, એમાં જેટલો કાળ જાય તેટલું મારું જીવન સફળ છે, એમ અપૂર્વતા
લાગે તો સ્વચ્છંદ રોકાય. જ્ઞાનીએ જે કહ્યું હોય તેમાં અચળપણું કરવું. અચળ
છે એટલે બીજે ખસે નહીં, એવી ભક્તિ કરવાની છે. મંત્રનું સ્મરણ ભલાય નહીં એવું કરવાનું છે. ગમે ત્યાં બજારમાં હોઈએ કે ઘરમાં, પણ એ જ સાંભર્યા કરે એવું થાય ત્યારે ભક્તિ કરી કહેવાય. જ્ઞાનીએ કહેલાં વચનો સિવાય, આખું જગત સોનાનું થાય તો પણ મારે તૃણવત્ છે, એવી ભાવના કરવી. પ્રેમને સંસાર પરથી ઉઠાડી જ્ઞાનીએ કહ્યું તેમાં જોડવો. મન બીજે ચોંટ્યું છે. તે બધેથી ઉઠાડે તો ભક્તિ થાય.” (બો.૨ પૃ.૯૯)
સમ્યક્રવૃષ્ટિ પણ અશુભ ભાવમાં ન જવા માટે ભક્તિ કરે “પૂજ્ય પ્રભુશ્રીજી આગળ સ્તવન બોલાતું હતું તે બંઘ રખાવી પ્રશ્ન પૂછ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ ભક્તિ શા માટે કરે છે? જવાબમાં પછી તેઓએ કહ્યું કે એક માણસને ફાંસીની સજા થઈ હોય પરંતુ જો એક હજાર રૂપિયા દંડ ભરે તો ફાંસી માફ થાય, એમ કહેવામાં આવે તો હજાર રૂપિયા ખુશી થતો થતો ભરે છે. જો કે હજારનું નુકસાન તો છે, છતાં ફાંસીની સજા માફ થઈ તેથી દંડ ભરીને ખુશી થયો. તેમ સમ્યગ્રુષ્ટિને શુદ્ધ ધ્યેય હોય છે પરંતુ તેમાં ન ટકી શકે તેથી શુભમાં રહે છે. પરંતુ તે ભક્તિ વગેરે સાઘન કરતો હોવાથી અશુભમાં જતો નથી.” (બો.૨ પૃ.૩૦૩)
ભક્તિ કરવાથી આત્મા ઊજળો થાય, કર્મ નિર્જરે, ભક્તિ એ જ પુરુષાર્થ છે
ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું પણ ભક્તિ એટલે શું? તે કહે છે. જ્ઞાનીનાં વચનો છે, તેને બોલવાં તે ભક્તિ છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એમ બોલતાં બોલતાં કોઈને થાય કે આથી કેવળજ્ઞાન થાય છે! ભક્તિનો બીજો અર્થ ભાવ છે. ભક્તિ કરવાથી આત્મા ઊજળો થાય છે, કર્મ નિજરે છે. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી જાગી જવું જોઈએ. જ્ઞાની કોને કહે છે? કંઈ ભીંતને કહે? આ દેહ તો ભીંત જેવો છે. જ્ઞાની મફત આપે તો પણ લે કોણ ? ઊંઘતો હોય તે કેવી રીતે લે? ભક્તિ એ જ પુરુષાર્થ છે.
“જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” સાચો પુરુષાર્થ ભક્તિ છે. જ્ઞાનીનાં વચનો સમજી એણે કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે પણ બઘાનું મૂળ વિશ્વાસ છે. વિશ્વાસે વહાણ ચાલે છે. એટલો પુરુષાર્થ કર્યો કહેવાય. ભક્તિ એ પુરુષાર્થ છે એમ કહ્યું.” (બો.૨ પૃ.૨૦૧)
ભક્તિ કરી જન્મમરણ ઓછા ન કર્યા તો તે મનુષ્ય નથી પણ મડદું જ છે
“ભક્તિ એ આત્મા છે એમ કહે છે. જે ભક્તિ નથી કરતો તે મનુષ્ય નથી. જન્મમરણ ઓછાં થાય એવું ન કર્યું તો મડદું જ છે. આત્મારૂપ થવું એ જ ભક્તિ છે. જગતમાં ભક્તિ ભક્તિ બહુ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે તો તે અજ્ઞાનભક્તિ છે. કોઈ માતાની, કોઈ કોઈની ભક્તિ કરે
૧૬૬