________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન’......
fe
1
જેમ આપણું ચિત્ત વિશેષ સ્થિર રહે તેમ ભક્તિ કરવી “મુમુક્ષ-ભક્તિ કરવી ત્યારે મૌનપણે કરવી કે મોટેથી બોલીને કરવી?
પૂજ્યશ્રી—આપણું ચિત્ત જો વિક્ષેપવાળું હોય તો મોટેથી બોલવું. જેનું ચિત્ત થોડુંક બીજું સાંભળતાં ત્યાં જતું રહે એવું વિક્ષેપવાળું હોય, તેણે મોટેથી ભક્તિ કરવી, જેથી તેનું ચિત્ત બહાર ન જાય. જેમ આપણે સ્મરણ બોલીએ છીએ ત્યારે એક જણ આગળ બોલે અને પછી બધાય બોલે છે. એમ બોલવાથી ચિત્ત સ્થિર રહે છે. જો આપણું ચિત્ત વિક્ષેપરહિત હોય તો ભક્તિ મૌનપણે કરવી. અથવા હોઠ ફરકાવ્યા વિના કાયોત્સર્ગરૂપે કરે તો મોટેથી બોલે તેના કરતાં દશ ગણો લાભ થાય. પણ–“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તેહ.” સ્યાદ્વાદ માર્ગ છે. માટે સમજીને પોતાની ભૂમિકા તપાસીને કરવું. ચિત્ત વિક્ષેપવાળું હોય અને કાયોત્સર્ગમાં ઊભો રહી ભક્તિ કરે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ લડાઈ કરવા લાગે. માટે સમજીને કરવું.”
(બો.૧ પૃ.૧૪૪) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન વૃઢ ભાન'. બોઘામૃત ભાગ-૧,૨'માંથી -
જ્ઞાનીના વચનોમાં લીન થાય તો આનંદ આવે. પ્રથમ ગમે નહીં તો પણ કરવું
“જેટલી સત્પષમાં લીનતા થાય તેટલો આનંદ અનુભવાય છે. આ જીવને જે વસ્તુ ગમે, તેના વિચાર કરે. ભક્તિ વગેરે ઘર્મક્રિયા કરતો હોય ત્યારે કડવાશ લાગે તો ભલે લાગે, પણ મારે તો એ જ કરવું છે અને એનાથી જ મારું હિત થશે; એમ માને તો ઘીમે ઘીમે અભ્યાસ પડે ત્યારે તેમાં આનંદ આવવા લાગે. પુરુષાર્થની જરૂર છે.” (બો.૧ પૃ.૧૦૯)
- ભક્તિ અને સત્સંગ કરવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે ભક્તિ અને સત્સંગ કરવાનાં છે. ભક્તિમાં જે લીનતા છે તે ખરો સત્સંગ છે. ભગવાનના ગુણોમાં વૃત્તિ રાખવી તો વધારે લાભ થશે. જ્ઞાનીનું સ્વરૂપ જાણે તો એનું પોતાનું ખરું સ્વરૂપ પ્રગટે. બીજું એને પછી ગમે નહીં. ભક્તિના સત્સંગથી અત્યંત શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એવું આ ભક્તિના સત્સંગનું ફળ છે.” (બો.૨ પૃ.૯૮)
જ્ઞાની સહજાત્મસ્વરૂપ છે. તે સ્વરૂપને જે ભજે તે તેવો થાય વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થવાનું કારણ સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યે આપણને શુદ્ધ ભક્તિ જોઈએ. પૈસા મળે, મોટા થઈએ, એવી ઇચ્છા ન કરવી. “કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ” એમ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ વિચારવું. જ્ઞાનીના સ્વરૂપને ઓળખીને જે ભક્તિ કરે છે, તેને આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, એમાં કોઈ શંકા નથી.” (બો.૨ પૃ.૯૮).
જ્ઞાનીના વચનોમાં પ્રેમ આવે, તેમાં કાળ જાય તેટલું જીવન સફળ જ્ઞાનીપુરુષે જે કંઈ કહ્યું હોય તેમાં પ્રેમ આવે, તેમાં ને તેમાં જ રહ્યા કરે, એથી જ મારું
૧૬૫