________________ આજ્ઞાભક્તિ ચારે રાણીઓ સહિત મહેલના ગવાક્ષમાં બેસી ક્રીડા કરતો હતો. તેવામાં એક / ચોરને વધસ્થાન તરફ લઈ જવાતો તેમણે જોયો. તે જોઈ રાણીઓએ પૂછ્યું કે, છે “એણે શો અપરાઘ કર્યો છે?” તે સાંભળીને એક રાજસેવક બોલ્યો કે, “તેણે ચોરી કરી છે, તેથી તેને વઘસ્થાન તરફ લઈ જાય છે.” તે સાંભળીને મોટી રાણીએ રાજાને કહ્યું કે–“હે સ્વામી! મેં તમારી પાસે પૂર્વે એક વરદાન થાપણરૂપ રાખેલું છે તે વરદાન આજે માગું છું, કે એક દિવસ માટે આ ચોરને મુક્ત કરી મને સોંપો” રાજાએ તે વાત કબૂલ કરીને તે ચોરને રાણીને સોંપ્યો. તે રાણીએ હજાર મહોરનો ખર્ચ કરી તે ચોરનો સ્નાન, ભોજન, અલંકાર, વસ્ત્રો વગેરેથી સત્કાર કર્યો, અને સંગીત વગેરે શબ્દાદિક વિષયોથી તેને આખો દિવસ આનંદમાં રાખ્યો. બીજે દિવસે તે જ પ્રમાણે લક્ષ સુવર્ણનો ખર્ચ કરી બીજી રાણીએ તે ચોરનું પાલન કર્યું. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કોટી દ્રવ્યનો વ્યય કરી તે જ રીતે તેનો સત્કાર કર્યો, ચોથે દિવસે છેલ્લી નાની રાણીએ રાજા પાસે વરદાન માગી તેની અનુમતિથી અનુકંપાવડે તે ચોરને મરણના ભયથી મુક્ત કરાવ્યો એટલે અભયદાન અપાવ્યું; બીજો કાંઈ પણ સત્કાર કર્યો નહીં. મોટી ત્રણ રાણીઓએ તેની મશ્કરી કરી કે, “આ નાની રાણીએ આને કાંઈ પણ આપ્યું નહીં, તેમ તેને માટે કાંઈ ખર્ચ પણ કર્યો નહીં. ત્યારે તેણે ચોરનો શો ઉપકાર કર્યો?” નાની */ / \ \ શકે છે - 0 3 DO UID) UIDાપ Site છે EDU એ * ઉ6tZ3 Rs 1 l'a\MiniifNNI 18 ) 428