________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ રાણી બોલી કે–“તમારા ત્રણે કરતા મેં વઘારે ઉપકાર કર્યો છે, તમે કાંઈ પર હ . ઉપકાર કર્યો નથી.” આ પ્રમાણે તે રાણીઓ વચ્ચે ઉપકારના વિષયમાં મોટો વિવાદ થયો. ત્યારે તેનો ન્યાય કરવા માટે રાજાએ તે ચોરને જ બોલાવીને પૂછ્યું કે–“તારા પર આ ચારમાંથી કોણે વઘારે ઉપકાર કર્યો?” તે સાંભળી ચોર બોલ્યો કે–“હે મહારાજા! મરણના ભયથી ત્રણ દિવસમાં પીડા પામેલા મેં સ્નાન ભોજનાદિ સુખનો કાંઈ પણ અનુભવ કર્યો નથી. વાઘની સામે બાંધેલા લીલા જવને ખાનારા બકરાની જેમ મેં તો ત્રણ દિવસ કેવળ દુઃખનો જ અનુભવ કર્યો છે. અને આજે તો શુષ્ક, નીરસ અને તૃણ જેવો સામાન્ય આહાર કરવાથી પણ વણિકને ઘેર બાંધેલા ગાયના વાછરડાની જેમ જિંદગી પ્રાપ્ત થવાથી કેવળ સુખનો જ અનુભવ કરું છું અને તેથી જ આજે હું હર્ષથી નૃત્ય કરું છું.” તે સાંભળીને રાજાએ અભયદાનની પ્રશંસા કરી. આ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે, “જેમ રાજાની નાની રાણીએ ચોરને મૃત્યુના દુઃખમાંથી બચાવીને મહાન ઉપકાર કર્યો, તેવી રીતે આસ્તિક મનુષ્યોએ નિરંતર પ્રાણીઓ પર અનુકંપા કરવી, તેમ કરવાથી સમકિતનું ચોથું લક્ષણ જે અનુકંપા તે શુદ્ધ રીતે પ્રગટ થાય છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧ (પૃ.૧૫૪) તેમજ આપણે માથે પણ મરણ તાકી જ રહ્યું છે, લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે, એમ જાણીને સમાધિમરણની અવશ્ય આરાધના કરવી. એક મહાત્માએ એક ભાઈને કહ્યું કે તારું એક મહિના પછી મૃત્યુ છે. તેથી તેને મહિના સુધી બધું અસાર લાગ્યું. કેમકે મારે તો મહિના પછી મરી જવાનું છે તો શામાં મોહ રાખું? એવી જાગૃતિ આપણને પણ મરણ સાથે જ છે એમ લાગે તો રહે. સત્પરુષના બોઘનો પરિચય હમેશાં રહે તો સંસાર અસાર જણાય, તે પ્રત્યે વૈરાગ્ય આવે અને એવી જાગૃતિ સદા રહી શકે. ચોરને લાભ અને શ્રાવકને દુઃખ કેમ? શ્રાવક અને ચોરનું દૃષ્ટાંત –“કોઈ ત્રિ માણસને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ E ભવમાં વિપત્તિ જોવામાં આવતી નથી, તથાપિ પરિણામે આગામી ભવમાં તેને અવશ્ય વિપત્તિ પ્રાપ્ત થવાની એમ સમજવું. તે વિષે એક વાર્તા છે કે કોઈ શ્રાવક અને ચોર બન્ને પોતપોતાના . ઘરમાંથી સાથે નીકળ્યા. શ્રાવક ચોરની આગળ : આગળ પ્રભુના દર્શન કરવા જતો હતો. ત્યાં માર્ગમાં શ્રાવકના પગમાં કાંટો વાગ્યો અને પેલા ચોરને આગળ જતાં એક રૂપિયો જડ્યો - " 429