________________ આજ્ઞાભક્તિ 6 કતેથી તે હર્ષ પામ્યો. આથી શ્રાવક વિચારમાં પડ્યો કે, “અહો! અધર્મને સારું ફળ છે અને ઘર્મીને દુઃખ–આ કેવી વાત?” આ સંદેહ તેણે ગુરુ પાસે જઈને પૂક્યો છે એટલે ગુરુ બોલ્યા કે, “હે શ્રાવક! તારું પાપ પગમાં કાંટો વાગવાથી નાશ પામ્યું અને તે ચોરને આગળ જતાં તે રાજાના સુભટો પકડીને શલીએ ચઢાવશે.” ક્ષણવારમાં તેમ જ બન્યું. તે પેલા શ્રાવકના સાંભળવામાં આવ્યું. ત્યારથી તે શ્રાવક નિરંતર શુદ્ધ વ્યાપારમાં તત્પર થયો.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૨૦૦) રસ્તામાં પડેલી વસ્તુ પણ લેવી નહીં શેઠ પુત્રનું દૃષ્ટાંત - એક શેઠનો પુત્ર હતો. તે પરદેશથી આવતો હતો. દરિયામાં વહાણ ડૂબવાથી તે તરીને પાર નીકળ્યો. ત્યાં કિનારા આગળ એક રાજાની કન્યાને મરેલી સ્થિતિમાં જોઈ. તેના ગળામાં ચળકતું જોયું તો તે હાર હતો. તેથી તેણે વિચાર્યું કે આ હાર નદીમાં જતો રહેશે તેના કરતાં હું દુકાન કરી કમાણીમાંથી તેની કિંમતની એક ઘર્મશાળા તેના નામની કરાવીશ. એમ વિચારી તે હાર લઈ આગળ ચાલ્યો. પોતાના ગામ પર જતાં વચ્ચે શહેર આવ્યું ત્યાં બઘાની હ જડતી લેવાઈ. તેણે કહ્યું મારી પાસે કંઈ નથી. છતાં ચાલતાં ક્યાંય કપડું ભરાયું અને ફાટ્યું, હાર બહાર નીકળી પડ્યો. તે જોઈ પોલીસે પકડ્યો અને લઈ ગયા. તેણે હકીકત બઘી જણાવી પણ તપાસ કરનારે ઉલટું એમ કહ્યું કે હારને લેવા માટે તેં જ આ કન્યાને મારી છે. તેથી તેને ફાંસીની સજા થઈ. આ ઉપરથી રસ્તામાં પડેલી કોઈ વસ્તુ પણ લેવી નહીં. 430