________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ પરસ્ત્રીગમનનું વ્યસન “ચિંતા, વ્યાકુળતા, દુબુદ્ધિ, રોગ, દુઃખ વઘ આપેજી, નરકે બાળે લોહ-પૂતળી, ૫રનારી-રતિ પાપજી. વિનય હવે સાતમું વ્યસન પરસ્ત્રીગમન છે. તે વિષે સ્પષ્ટતા કરે છે - અર્થ - પરનારીનો સંગ કરવાથી તેને ચિંતા ઊપજે કે જાણે કોઈ મને દેખી ન લે તથા વિષયની તીવ્ર ઇચ્છાને લીધે મનમાં ઘણી વ્યાકુળતા થાય છે. પરસ્ત્રીઓ પ્રત્યે નજર રહેવાથી તેની બુદ્ધિ દુર્બુદ્ધિ બની જાય છે. ભોગો તેના શરીરને ભોગવી જઈ રોગ ઉપજાવે છે. હમેશાં તેની સ્મૃતિ રહેવાથી મનમાં સદા દુઃખ રહ્યા કરે છે. તથા પરસ્ત્રી સંગ કરતાં પકડાઈ જાય તો વઘને પણ પાત્ર બની જાય છે, અર્થાત્ લોકો તેને મારી પણ નાખે છે. આ બધા દુઃખ તો આ ભવના છે. તેમજ પરભવમાં પણ પરસ્ત્રીગમનના પાપે તેને નરકમાં ગરમાગરમ લાલચોળ લોખંડની પૂતળીને આલિંગન કરાવીને બાળે છે. જેસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” મારા ધિક્ક! પરાક્રમ, થિક ગુણ, બુદ્ધિ, સત્તા, વગ, સંપત્તિજી, વૃથા જીવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. વિનય અર્થ - તારા પરાક્રમને ધિક્કાર છે, તારી બુદ્ધિ, સત્તા કે વગ એટલે લાગવગ કે સંપત્તિને પણ ધિક્કાર છે તથા તારું જીવન પણ વ્યર્થ છે કે જો તને સ્વપ્ન પણ પરસ્ત્રી કે પરઘન પ્રત્યે આસક્તિ છે.” -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૨) રાવણ વિદ્વાન હોવા છતાં પરસ્ત્રીની ઇચ્છાથી નાશ પામ્યો રાવણનું દૃષ્ટાંત - “રાવણ બહુ વિદ્વાન હતો, ત્રણ ખંડનો એ રાજા હતો. એ ત્રણ ખંડ જીતવા ગયો ત્યારે એને એક વિદ્યા સાઘતી બાઈ મળી. તે બાઈને રાવણને જોતાં વિકાર થયો, તેથી તેણે રાવણને કહ્યું કે તમે મારી ઇચ્છા પૂરી કરો તો હું તમને વિદ્યા આપું, જેથી આ આખો દેશ જીતી શકો. રાવણને મનમાં થયું કે આવું પાપનું કામ તો ન કરવું, પણ એની પાસે જે વિદ્યા છે તે લઈ લેવી. રાવણે બાઈને કહ્યું, મને તું વિદ્યા આપ. તે બાઈએ વિદ્યા આપી. રાવણ પછી દેશ જીતવા ગયો. જીતીને પાછો ત્યાં આવ્યો અને બાઈને કહ્યું કે તું તો મારી મા છે, કેમકે તેં મને મંત્ર આપ્યો છે, તેથી તારાથી વિકારની વાત પણ ન થાય. એમ રાવણ હતો બહુ વિદ્વાન. આમ સમજુ હતો પણ કર્મના ઉદયે સીતાને હરણ કરવાની ભૂલ કરી, તેથી હજુ સુધી જગતમાં નિંદાય છે. પોતે પોતાનું પદ ભૂલી પરમાં લીન થયો તો પોતાના બઘા કુટુંબનો નાશ કરે છે અને પરિભ્રમણ કર્યા કરે છે. જીવને વિકારભાવ કર્મબંઘનું કારણ છે, પછી પોતાની સ્ત્રી હો કે પરની; 431