________________ આજ્ઞાભક્તિ પણ અતિ આસક્તિ હોય તો ગાઢ કર્મ બંઘાય. એને અતિભોગદોષ કહેવાય છે. મોહવશ શું શું જીવો નથી કરતા?” (બો.૧ પૃ.૫૯૯) સ્ત્રીનું ચરિત્ર દેવો પણ જાણતા નથી તો પુરુષ ક્યાંથી જાણે? મંગીનું દ્રષ્ટાંત :- મંગી નામની સ્ત્રી હતી. તેનો પતિ ક્યાંય બહાર ગયો હતો. મંગીની સાસુને મંગી ઉપર દ્વેષભાવ રહેતો. એક દિવસે તેણે મંગીના ઘરેણાં એક માટલામાં પડ્યાં હતાં, તેમાં એક કાળો સર્પ મૂકી ઉપર ઘાસ પાથરી દીધું. મંગીએ ઘરેણાં લેવા અંદર હાથ નાખ્યો તો સર્પ ડસ્યો તેથી તેને થોડીક વારમાં ઝેર ચઢી ગયું. સાસુ તેને સ્મશાનમાં લઈ ગઈ અને ત્યાં મૂકી ઉપર ઘાસ પાથરી દીધું અને પછી ઘેર આવી ગઈ. એટલામાં મંગીનો ઘણી ઘેર આવી ગયો અને માને પૂછ્યું કે મંગી ક્યાં છે? માએ કહ્યું કે બહાર ગઈ હશે, હમણાં આવી જશે, મરી ગઈ હશે વગેરે ગમે તેમ કહેવા માંડી. રાત થવા આવી છતાં મંગી આવી નહીં, તેથી તેનો પતિ હાથમાં નાગી તલવાર લઈને તેને શોઘવા જંગલમાં ગયો. એવામાં ત્યાં એક મુનિના દર્શન થયાં. મુનિ ધ્યાનસ્થ હતા. તેણે કહ્યું કે જો મારી સ્ત્રી મને મળી જશે તો હું તમારી સો કમળોથી પૂજા કરીશ એમ કહીને ત્યાંથી આગળ ચાલ્યો. ફરતાં ફરતાં સ્મશાનમાં ઘાસ પડેલું જોયું. ઘાસ ઊંચું કરી જોયું તો મંગી દેખાઈ. તે તેને ઊંચકી મુનિની પાસે આવ્યો. તે મૂર્વાગત હતી તેથી તેણે બોલાવી પણ બોલી નહીં. પછી તેને ઊંચકી મુનિના ચરણનો સ્પર્શ કરાવ્યો. મુનિ ઔષઘિલબ્ધિવાળા હતા. તેથી અડતાં જ તેનું ઝેર ઊતરી ગયું અને તે બેઠી થઈ. તેનો પતિ મુનિની પૂજા કરવા માટે તળાવમાં કમળ લેવા ગયો. મંગી ત્યાં જ બેઠી હતી. ત્યાં એક ચોર આવ્યો. તેને જોઈને મંગીએ કહ્યું, મારે તારી સાથે આવવું છે. તું મને લઈ જા. ચોરે કહ્યું, તારા પતિની મને બીક લાગે છે. એ મને મારી નાખશે તો? મંગીએ કહ્યું, તું ડરીશ નહીં, એ તો બીકણ છે, નિર્બળ છે. તને નહીં મારે એવું હું કરીશ. એટલામાં એનો ઘણી કમળ લઈને આવ્યો. તેને જોઈને ચોર ઝાડની પાછળ સંતાઈ ગયો. મંગીના પતિએ પોતાના હાથમાં જે તલવાર હતી તે મંગીના હાથમાં આપી અને પોતે મુનિની કમળો વડે પૂજા કરવા લાગ્યો. મંગીએ તલવાર તેને મારવા માટે ઉગામી એટલામાં પેલો ચોર આવ્યો અને તલવાર હાથથી ઝાલી લીધી. તલવારની ઘારથી તેની ચાર આંગળીઓ કપાઈ ગઈ. આંગળીઓ કપાયાનો અવાજ થયો તેથી તેના પતિએ કહ્યું કે કેમ તને ભય લાગે છે? સંગીએ કહ્યું-હા, મને ભય લાગે છે. પછી ચોર ત્યાંથી જતો રહ્યો. એટલામાં એના છ ભાઈઓ ગામમાં ચોરી કરવા ગયેલા તે બઘા ઘનમાલ લઈને આવ્યા. પછી ભાગ કરીને દરેકને ઘન આપવા લાગ્યા, પણ નાનાભાઈએ કહ્યું કે મારે ઘન નથી જોઈતું. બઘા ભાઈઓએ પૂછ્યું, શું થયું? ઓછો ભાગ છે તેથી નથી જોઈતો? કે બીજું કંઈ કારણ છે? તેણે બધી વાત કરી કહ્યું કે જુઓ મારી ચાર આંગળીઓ કપાઈ ગઈ. આપણે બધાં પૈસા લાવી લાવીને બૈરાંને આપીએ છીએ અને બૈરાં તો એવાં નીકળે છે. તેથી મારે તો દીક્ષા લેવી છે. તે સાંભળી બઘાને દીક્ષા લેવાનું મન થયું. તેથી સાતે જણે દીક્ષા લીધી. તે વાત સંગીના 432