________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ પતિએ પણ સાંભળી. મારી સ્ત્રી આવી છે! એમ જાણીને તેણે પણ દીક્ષા લીધી. વિષયભોગમાં કંઈ સુખ નથી. એવી વૈરાગ્યવાળી કથા સાંભળે છે છતાં જીવને વૈરાગ્ય આવતો નથી. તેનું કારણ શું છે? જીવ, વિષયમાં સુખ નથી એ છે કે ભૂલી જાય છે. કિંપાક ફળ જેવા વિષયનાં સુખ કહ્યાં છે. તે સુંદર હોય છે, મીઠાં હોય છે પણ ખાય ત્યારે આંતરડાં તોડી નાંખે છે; તેમ વિષયના સુખ શરૂઆતમાં સુંદર લાગે છે, પણ પછી ચાર ગતિમાં ભ્રમણ કરાવે છે. ભવોભવમાં એથી ન છુટાય. ત્યાગની ભાવના થવી મુશ્કેલ છે. સ્વર્ગે જવું હોય કે મોક્ષે, બન્નેમાં સ્ત્રી અર્ગલા સમાન વિધ્વરૂપ છે. એથી પરાઘની થઈ જીવ કર્મ બાંધે છે અને તેથી અધોગતિમાં જાય છે. પરસ્ત્રી તો દૃષ્ટિવિષ સર્પ સમાન છે.” (બો.૧ પૃ.૫૯૭) પરસ્ત્રી એ સર્વ પાપોની ખાણ જે પતિને મૂકી અન્યને સેવે તેનો વિશ્વાસ ન કરાય. શ્રાવકોએ આસક્તિપૂર્વક પોતાની સ્ત્રી પણ સેવવી ન જોઈએ તો સર્વ પાપોની ખાણ સમાન પરસ્ત્રી માટે તો શું જ કહેવું? અર્થાત્ પરસ્ત્રી ન જ સેવવી. જે સ્ત્રી પોતાના વહાલા પતિને મૂકી નિર્લજ્જ થઈ અન્ય પતિ પાસે જાય છે, તેવી ક્ષણિક ચિત્તવાળી યા ક્ષણિક પ્રેમવાળી અન્ય સ્ત્રીનો વિશ્વાસ શો? અર્થાત્ તેનો વિશ્વાસ ન જ રાખવો.” યોગશાસ્ત્ર (પૃ.૧૨૭) પરસ્ત્રીગમન કરનાર આ ભવ અને પરભવ બન્નેમાં દુઃખી થાય છે “પ્રાણનાશના સંદેહને ઉત્પન્ન કરનાર, પરમ વૈરનું કારણ અને આ લોક તથા પરલોક વિરુદ્ધ પરસ્ત્રી ગમનનો ત્યાગ કરવો. પરદારામાં આસક્ત પુરુષો આ લોકમાં (રાજા તરફથી) સર્વ ઘનનું હરણ, બંઘન અને શરીરના અવયવોનું છેદન એ આદિ દુઃખો પામે છે તથા મરણ પામ્યા બાદ ઘોર નરકમાં જાય છે. પોતાની સ્ત્રી ઉપર કોઈ ખરાબ નજર કરે તેના રક્ષણ માટે નિરંતર યત્ન કરનાર, અને સ્વસ્ત્રીના ખરાબ આચરણોથી ઉત્પન્ન થતાં દુઃખોનો અનુભવ કરનાર માણસે પરસ્ત્રી ગમન શા માટે કરવું જોઈએ? કારણ કે પોતાની માફક તેના પતિને પણ દુઃખ થાય જ. જેણે પોતાના પરાક્રમથી આ વિશ્વને સ્વાધીન કર્યું હતું તેવો મહા પરાક્રમી રાવણ પણ પરસ્ત્રીમાં રમવાની ઇચ્છાથી કુળનો ક્ષય કરી નરકમાં ગયો. રાવણનું ચરિત્ર સુપ્રસિદ્ધ છે. પર સ્ત્રી સાથે ક્રીડા કરવાની ઇચ્છાથી તેણે સીતાનું હરણ કર્યું હતું. વિભીષણ નામના તેના ભાઈએ તેને ઘણું સમજાવ્યો, પણ રામચંદ્રજીને સીતા પાછી ન આપી. આખરમાં રામચંદ્ર તથા લક્ષ્મણની સાથે યુદ્ધમાં તેને ઊતરવું પડ્યું. અને એક સ્ત્રી માટે પોતાના કુળનો નાશ કરી અંતમાં રણ શય્યામાં લાંબી નિદ્રાએ તેને સુવું પડ્યું અને મરણ પામી નરકની ઘોર યાતનાઓ સહન કરવી પડી. માટે પોતાનું કુશળ ઇચ્છનારા સપુરુષોએ અવશ્ય પરસ્ત્રીનો ત્યાગ કરવો. લાવણ્યતાએ કરી પવિત્ર અવયવોવાળી, સૌંદયર્તાની સંપદાના ઘર સમાન, અને કલાના સમુદાયમાં કુશળતાવાળી પણ સ્ત્રીનો ત્યાગ કરવો. પોતાના ઉપર આશિક થયેલી એવા ગુણોવાળી પરસ્ત્રીની પાસે પણ જે મહાશયની વૃત્તિ 433