________________
દેહેન્દ્રિય માને નહીં'...
અર્થ - હે! મનરૂપી બાળક તું નારીના રૂપરૂપી કૂવા પાસે રમવા જઈશ નહીં. નહીં તો મોહરૂપી સલિલ એટલે પાણીમાં તું ડૂબી મરીશ. માટે એ તરફની દોડ હવે ભૂલી જા. /પ૩ના
જીવાજીવ-વિચારે રમજે, ઇન્દ્રિય-રમત વિસારી રે,
સંયમ-બાગે વ્રત-વૃક્ષોમાં, ધ્યાન-રમત બહુ સારી રે. પરો અર્થ :- હે જીવ! આ ઇન્દ્રિયોની રમત હવે ભૂલી જઈ જીવ અને અજીવ તત્ત્વના વિચારમાં રમજે. સંયમરૂપી બાગ અને વ્રતરૂપી વૃક્ષોમાં આત્મધ્યાન કરવારૂપ રમત બહુ સારી છે.” ૫૪ (પ્ર. વિ.ભાગ-૨ પૃ.૫૨૯),
ઇદ્રિય-ગણ ગણ રાક્ષસો, કષાય શસ્ત્ર વિચાર;
ગ્રહી વિત્તરૂપ માંસ તે બને નિરંકુશ ઘાર. ૨૬ અર્થ - પાંચ ઇન્દ્રિયોના સમૂહને તું રાક્ષસ સમાન ગણ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયને તે રાક્ષસના શસ્ત્ર સમાન જાણ. તે ઘનરૂપી માંસને પામી ઇન્દ્રિયોરૂપી રાક્ષસ નિરંકુશ બની જઈ પરવસ્તુમાં જીવને રાગ કરાવી સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે.
"यौवनम्, धनसंपत्ति, अधिकारम्, अविवेकीता;
ओक्केकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्." અર્થ - યૌવન, ઘનસંપત્તિ, સત્તા અને મોહના ગાંડપણરૂપ અવિવેકીતા. આમાનું એક પણ હોય તો અનર્થકારક છે. તો પછી જ્યાં ચારેય હોય તેનું તો કહેવું જ શું? અર્થાત્ અનર્થનો ત્યાં પાર નથી.” ા૨કા (પ્ર.વિ. ભાગ-૧ પૃ.૩૧૮)
પરાધીન ઇન્દ્રિયસુખો, ક્ષણિક ને દુઃખમૂળ, પ્રભુજી;
જીવન ઝબકારા સમું મોક્ષયત્ન અનુકૂળ, પ્રભુજી. રાજચંદ્ર પ્રભુને નમું.” અર્થ - આ પાંચેય ઇન્દ્રિયના સુખો પરાધીન છે, ક્ષણિક છે અને દુઃખના મૂળ છે.
'सपरं बाधासहीयं विछिन्नं बंधकारणं विषमं ।
ગં ન્દ્રિયેહીં છ તે સીવવું દુઃશ્વમેવ તહીં !' અર્થ - ઇન્દ્રિયસુખ પરાધીન, બાઘાથી યુક્ત, વિનાશકારી, કર્મબંધનું કારણ અને વિષમભાવને કરાવે એવું છે. જેથી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે ખરેખર દુઃખનું જ બીજું રૂપ છે.
આપણું આ જીવન પણ વિજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. માટે આ જીવનમાં સ્વદેશરૂપ મોક્ષ મેળવવાનો યત્ન કરવો એ જ આત્માને અનુકૂળ અર્થાત્ કલ્યાણકારી છે.”
“વીજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં,
ફરી ફરી નહીં મળે એવાં સત્સંગ કીજીયે; હાંરે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું.” -આલોચનાદિ પદસંગ્રહ
/૧૮ (પ્ર.વિ. ભાગ-૧ પૃ.૫૨૯)
૧૮૯