________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન
“વિષય-કષાયે અતિ મૂઢ જે સત્ય શાંતિ શું જાણે? વીર પ્રભુ ક્વેઃ “મોહનગરમાં ઠગાય તે શું માણે?
દેજો સેવાશ્રી ગુરુરાજ જેથી નરભવ લાગે લેખે. અર્થ - વિષયકષાયમાં અતિ આસક્ત બનેલા સંસારી મૂઢ જીવો તે આત્મામાંથી પ્રગટતાં સત્ય શાંતિના સુખને ક્યાંથી જાણી શકે. વીર પરમાત્મા કહે છે કે જે જીવો સંસારની મોહ માયામાં ઠગાય, તે જીવો આત્માના પરમાનંદને ક્યાંથી માણી શકે અર્થાત્ અનુભવી શકે. ૪ળા
પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભોગો,
જન્મ-મરણની રેંટમાળ તર્જી સાથે વીર સુયોગો. દેજો, અર્થ - જેમ ચાળણીમાં ભરેલું પાણી રહી શકે નહીં; તેમ અનિત્ય એવા ઇન્દ્રિયોના ભોગો શાશ્વત રહી શકે નહીં. માટે અનાદિકાળના રેંટમાળ સમાન જન્મમરણના દુઃખોને દૂર કરવા, વીર પુરુષો વર્તમાનમાં મળેલા સદ્ગુરુ, સત્સંગ વગેરેના ઉત્તમ સુયોગોને પોતાના વીરત્વથી પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરે છે, તે જ આ મળેલ દુર્લભ માનવદેહને સફળ કરી જાણે છે.” ૪૮.
-પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૧૬૩) દેહેન્દ્રિય માને નહીં “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી -
અતિ પ્રિય દેહ, ઇન્દ્રિય પણ રોગથી દુઃખ આપે તો ઘનથી શું સુખ મળે?
સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ઘનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.” (વ.પૃ.૪૬૩)
(શ્રી જેઠાલાલ ભાવસાર વસોવાળાના પ્રસંગમાંથી) આત્માને શરીરથી જુદો જાણી, ઘીમે ઘીમે દેહભાવ ઘટાડી, કર્મ મટાડી શકાય
શ્રી જેઠાલાલભાઈનો પ્રસંગ – લખનાર : ફરીના પ્રસંગે અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં હું ગયો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મ સહિત હોવાથી તેને દેહ તે જ હું એવો અભ્યાસ થઈ ગયો. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે, પણ દેહને એકદમ ઝટકેથી પાડી નાખ્યો હોય તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં?
પૂજ્યશ્રી ઃ આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે, મતલબ કે મનુષ્યભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો મહાનીચ ગતિને પાત્ર થાય છે. મનુષ્યભવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત
૧૯૦