________________
આજ્ઞાભક્તિ
fe 1 છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે.” (ઉ.પૃ.૪૦૩)
વીસ દોહા' આત્માર્થે બોલવા.
આત્માર્થ સિવાય અમારી આજ્ઞા હોય નહીં “વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે....હે ભગવાન! હું આત્માર્થે કરું છું,' એવી ભાવના કરવી. અમે તો આત્મકલ્યાણ સિવાય બીજાં કંઈ સાધન બતાવતા નથી, અમારી આજ્ઞા તે સિવાય બીજી હોય નહીં.” (ઉ.પૃ.૪૭૦) બોઘામૃત ભાગ-૧-૨-૩' માંથી – કૃપાળુદેવની આજ્ઞાથી વીસ દોહાની વિચારણાથી પ્રભુશ્રીને આત્મા પ્રગટ થયો
કૃપાળુદેવે જ્યારે પ્રભુશ્રીજીની ભૂલ જોયેલી ત્યારે કહ્યું કે “વીસ દોહરા'નું બહુમાનપણું કરો તો ગુણ પ્રગટશે. આઠ ટોટક છંદ પણ તેવા જ છે. જો જીવ વિચારે તો આત્મા પ્રગટ થાય તેવું છે. એમને કેટલી બધી કિંમત લાગી હશે ત્યારે એટલું બધું “વીસ દોહરા'નું માહાસ્ય કહે છે. પોતાને એથી આત્મા પ્રગટ થયો છે, તેથી કહે છે.” -બો.૧ (પૃ.૪૩૨)
વીસ દોહા બોલે ત્યારે જગતને ભૂલી પ્રભુ પ્રત્યે કાલાવાલા થાય તે ભક્તિ છે
“વીસ દોહરા બોલતી વખતે આત્મભાવ રહે, બીજા ભાવ છૂટે, અને કૃપાળુદેવ હાજર છે એમ જાણી કાલાવાલા થાય તો તે વ્યક્તિ છે. અલ્પ પણ આજ્ઞા જીવ જો આરાઘન કરે તો પાર પડે.” -બો.૧ (પૃ.૩૮૩)
અભિમાન ઘટાડવા વીસ દોહા ભાવપૂર્વક બોલે તો ઘણા પાપ ખસી જાય
વીસ દોહરા રોજ ભક્તિપૂર્વક ભણે તો કેટલાંય પાપ ખસી જાય. હું મોટો એમ અભિમાન થાય છે, પણ આ વીસ દોહરામાં અઘમાઘમ કહ્યો છે તેથી લઘુતા આવે છે.” -બોઘામૃત-૧
વીસ દોહા, યમનિયમ વિચારે તો ગુણો પ્રગટી સમકિત થાય. વીસ દોહરા, યમનિયમ વિચારે તો બઘાય ગુણ પ્રાપ્ત થઈ સમ્યત્વ પ્રગટે. આ તો સાંભળ્યું છે, હું શીખ્યો છું, એમ સામાન્ય કરી નાખ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. મંડી પડવું. જે દેખાય છે તે બધું સ્વપ્ના જેવું છે. બધું ફરતું છે. આવું ને આવું રહેવાનું નથી. વિચાર કરે તો જગતમાં કાંઈ વિશ્વાસ કરવા લાયક નથી. લાગ આવ્યો છે માટે કરી લેવું.” બો.૧ (પૃ:૨૧૨)
વીસ દોહા ભાવપૂર્વક બોલાય તો દોષો ક્ષય થઈ આત્મા નિર્મળ થાય
“વીસ દોહરા છે તે ભાવપૂર્વક બોલાય તો બઘા દોષો ક્ષય થઈ આત્મા નિર્મળ થઈ જાય તેમ છે. જ્ઞાનીપુરુષનાં વચનો મોઢે બોલી જઈએ, પણ વિચાર ન આવે તો શું કામનું? જેમકે, “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો.” શું ભૂલી ગયો? એનો વિચાર આવે તો જ્ઞાની પુરુષોને આગળ શું