________________ આજ્ઞાભક્તિ દુધન અથવા / દૂર કરાવી નમસ્કાર વગેરે પાંડવો ગીરી . રાજદરબારથી પાછા ફરતાં દુર્યોધન સંબંધી આ વાત જાણી સેવકો પાસે પત્થરો દે કે આ તમારી | A ITAL કરી સ્વસ્થાને ગયા. પાંડવોએ માન આપ્યું અને કૌરવોએ વેષભાવથી જ છે અપમાન કર્યું પણ મુનિએ તો - " બન્ને પ્રત્યે સમભાવથી ક્ષમા છે ! રાખી પોતાનું કલ્યાણ કર્યું. ક્ષમાનાં પાંચ પ્રકાર : ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ઘર્મ ક્ષમા એમ ક્ષમાના પાંચ ભેદ છે. તેમાં પ્રથમની ત્રણ ક્ષમા લૌકિક સુખને આપનારી છે અને છેલ્લી બે ક્ષમા - મોક્ષને આપનારી છે. 1. ઉપકાર ક્ષમા - કોઈએ આપણો ઉપકાર કર્યો હોય તો તેના કડવાં વચન પણ સહન કરવાં. અર્થાત્ આ મારો ઉપકારી છે તેમ માની ક્ષમા રાખવી તે ઉપકાર ક્ષમા. 2. અપકાર ક્ષમા :- જે પોતાનાથી વધારે બળવાન-સત્તાવાન હોય તેથી તેને કંઈ કરી શકાય તેમ નથી. તેનાં વચનો સહન કરી લેવાં અર્થાત્ પોતાનું નુકસાન કરશે એમ માની ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા. 3. વિપાક ક્ષમા - ક્રોઘનાં ફળ નઠારાં છે. તેનાથી અનેક દુશ્મનો ઊભા થતાં વિવિઘ સંતાપ પ્રાપ્ત થશે! અર્થાત્ ક્રોઘનું ફળ ભોગવવું પડશે એમ માની ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા. 4. વચન ક્ષમા - ક્રોઘ ન કરવો એમ જિનેશ્વર ભગવાનનું વચન છે તેમ માની કોઈનું દિલ વચનથી પણ દુભાવે નહિ તે વચન ક્ષમા. 5. ઘર્મ ક્ષમા - આત્માનો ઘર્મ જ ક્ષમા છે માટે ક્ષમા જ રાખવી જોઈએ એમ માની ગજસુકુમારની પેઠે ક્ષમાને ઘારણ કરે તે ઘમે ક્ષમા.” -શ્રીપાળ રાજાનો રાસ (પૃ.૨૯૪). દશ લક્ષણ ઘર્મમાં પહેલો ઘમે ઉત્તમ ક્ષમા છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” માટે મોક્ષ મેળવવા ક્રોથને બદલે ક્ષમા જ રાખવી યોગ્ય છે. બીજા પાસે દોષની ક્ષમા માગવી અને સામાને પણ દોષની ક્ષમા આપવી એ જ કલ્યાણકારક છે. આવા સર્વ દોષથી નિવૃત્ત થવા માટે પરમકૃપાળુદેવે આ “ક્ષમાપનાનો પાઠ લખી આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. 336