________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન અને તે પ્રાપ્ત થયા પછી આત્મામાં અપૂર્વ શાંતિ આવે છે, સમતા આવે છે અને કી પછી કેવળજ્ઞાનરૂપ પવિત્ર આત્મા થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.” -બો.૧ (પૃ.૨૨) હયપ્રદીપ’ માંથી - શાંતિ જે આત્માના વિચાર છોડી પરનાં જ વિચાર કરે તે જીવ શાંતિ પામે નહીં હરિગીત- “રે! સેંકડો કામો વડે વ્યાકુળ થઈ જે મન બળે, પામે નહીં શાંતિ કદી, ઇચ્છા છતાં કોઈ સ્થળે; હૃદયે રહેલું સ્વરૂપ પણ પામે નહીં તે જન અરે! જે સારભૂત વિચાર તજી પરના વિચાર કર્યા કરે.” (હૃદયપ્રદીપ) –બો.૩ (પૃ.૫૨૪) અર્થ - અરે! જેનું મન સેંકડો કામો વડે વ્યાકુળ થઈને બળ્યા જ કરે છે તે જીવને શાંતિની ઇચ્છા હોવા છતાં પણ તે કદી શાંતિ પામી શકે નહીં. અરે! તે જીવ પોતાના હૃદયમાં જ રહેલું એવું શુદ્ધ સ્વરૂપ પણ પામી શકે નહીં. કેમકે તે સારભૂત આત્માના વિચાર તજીને પર પદાર્થના વિચાર કર્યા કરે છે. માટે તેનું જીવન કર્મ બંઘાવી સંસારમાં રઝળવા માટે છે. ક્ષમા ઉપર દમદંતમુનિનું દૃષ્ટાંત - હસ્તિશીર્ષના રાજા દમદંતને એકવાર પાંડવો તથા કૌરવો સાથે મોટી વઢવાડ થઈ. પણ જરાસંઘ રાજાની મદદથી દમદંત રાજા જીતી ગયો અને પાંડવો તથા કૌરવોની હાર થઈ. એક દિવસ વાદળાનું ક્ષણિક સ્વરૂપ જોઈ સંસારને પણ વાદળા સમાન ક્ષણિક અને અસાર જાણી રાજાએ દીક્ષા ગ્રહણ કરી. હસ્તિનાપુર નગરની બહાર કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યાં. રાજદરબારમાં જતાં રસ્તામાં પાંડવોએ દમદંતમુનિને ધ્યાનસ્થ જોઈ ભક્તિભાવે વિંદન કર્યું. અને તેમની 10 રાજ્ય અવસ્થાનું બળ 8i અને ચારિત્ર બળની પ્રશંસા કરી આગળ ચાલ્યા. પાછળથી કૌરવો આવ્યા. દુર્યોધને દ્વેષભાવ લાવી માઠા વચન બોલી તેમની સામે બીજોરુ ફેંક્યું. તે જોઈ સાથેના સૈનિકોએ પત્થરો ફેંક્યા. તેથી મુનિ આમાં See ઢંકાઈ ગયા. જ' \\ / 335