________________ આજ્ઞાભક્તિ તે વિચારી ઘર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ઘર્મક્રિયા વગેરે કરવું તે આત્માર્થે કરવું, આત્માને કર્મબંઘથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે, તેથી દયાને ઘર્મનું મૂળ કહી છે.” આત્માને ઓળખી તેમાં રહેવું તે શાંતિ, આત્માના લક્ષ વગરની ક્રિયા માત્ર પુણ્યાર્થે બોલવું નહીં તેને શાંત રહેવું એમ કોઈ માને છે. ભગવાને પ્રથમ સમકિત કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે પછી તેમાં રહેવું તે શાંતિ . સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોઘાદિ ન કરે તો પુણ્ય બંઘાય પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ન છૂટે. આત્માનો લક્ષ હોય ત્યાં પછી કષાય રોકે વગેરે તે બધું આત્મામાં રહેવા અર્થે થાય છે.” વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો જ કલ્યાણ. અને કલ્યાણ એ જ શાંતિ શાંતિ એટલે બઘા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. સ્વભાવ પરિણામ ઓળખે પછી વિભાવ પરિણામ ગમે નહીં તેથી નિવૃત્ત થાય. વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું ઓળખાણ હોય તો તેનું માહાસ્ય લાગે એટલે જે કરે તે આત્માર્થે થાય.” ક્ષમા એ આત્માનો ગુણ છે. નિમિત્ત મળતાં પણ ક્રોઘાદિ ન કરે તે ક્ષમા “ક્ષમા એટલે નિમિત્ત હોય તોપણ ક્રોઘાદિ ન કરે. બળપૂર્વક સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોધાદિ વિભાવ છે.” આત્મા કર્મને લઈને અશુદ્ધ. જેટલી કર્મની નિર્જરા તેટલો આત્મા પવિત્ર “પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” જેટલી કર્મનિર્જરા થાય તેટલી શુદ્ધતાપવિત્રતા થઈ કહેવાય.” દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા આવે ત્યારે શુદ્ધ સ્વભાવનું ઓળખાણ થાય “સમતિ થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમલરહિત દશા થવી તે મોક્ષ છે. દયા, શાંતિ વગેરે કરીને એ શુદ્ધ ભાવનું ઓળખાણ કરવાનું છે. સમકિત ગુણ આવે એટલે આત્માના બઘા ગુણો ઓળખાય. સર્વ ગુણાંશ તે સમતિ. સમકિત થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. શુદ્ધાત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે.” -નિત્ય પાઠ (પૃ.૩૭) બોઘામૃત ભાગ-૧,૩” માંથી - દયા. દયાનું સ્વરૂપ સમજાય તો પોતાના આત્માની અત્યંત દયા આવે ““પરમકૃપાળુદેવનાં વચનો ઘણાં જ ગૂઢાર્થવાળાં છે. જેમકે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” આ વાક્યમાં બધું સમાઈ જાય છે. દયાનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે પોતાના આત્માની અત્યંત કરુણા ઊપજે છે અને તે જ સમકિત છે; 334