________________ ક્ષમાપના’ના પાઠનું વિવેચન તો આત્મા એ જ અનુપમ તત્ત્વ છે. આત્માને જાણતાં વિશ્વનાં પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. ભગવાને કહેલાં આ તત્ત્વોને ઊંડા ઊતરી વિચાર્યા નહીં.” વૈરાગ્ય ઉપશમરૂપ ઉપદેશબોઘ વિના સિદ્ધાંત બોઘ ન સમજાય તત્ત્વ સમજાવું એ સિદ્ધાંતબોઘ છે, તે થવા પ્રથમ ઉપદેશબોઘ અથવા વૈરાગ્ય ને ઉપશમની જરૂર છે. કષાયની મંદતા થાય, માત્ર મોક્ષ અભિલાષા થાય, આત્માનું હિત કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને ત્યારે સદગુરુનો બોઘ, સિદ્ધાંતબોઘ રુચે અને પછી તેનો જ વિચાર કરે. બીજા સંસારના વિચારો છોડીને ભગવાનના કહેલા તત્ત્વોનો વિચાર કરે.” (પૃ.૩૪) “તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં.” નિત્યનિયમાદિ પાઠ' માંથી - આપે દર્શાવેલ ગૃહસ્થઘર્મ કે મુનિઘર્મરૂપ શીલ તે રીતે હું વર્ચી નહીં “ભગવાનનાં વચન સાંભળે, વિચારે પછી તેને આચરવાના ભાવ થાય. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્ય છે કે આત્મસ્વરૂપમાં રહેવું, તે શીલ મેં પાળ્યું નહીં. અથવા વ્યવહારથી મુનિના ઘર્મો અને ગૃહસ્થના ઘર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સદ્વર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાનો પ્રયત્ન કર્યો નહીં. સત્પરુષના વચન હૃદયમાં ઊતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તે શીલ.” સપુરુષના વચનને લક્ષમાં લે તે શ્રદ્ધા, વિચારે તે જ્ઞાન, આચરે તે ચારિત્ર છે પ્રથમ સત્પષનાં વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દ્રઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન, અને ચારિત્રની અગત્યતા દર્શાવી.” (પૃ.૩૫) તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં” “નિત્યનિયમાદિ પાઠ” માંથી - દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતાને લોકિક અર્થમાં જાયા, ભગવાને કહ્યું તેમ ન જાણ્યા શીલમાં આત્માના બઘા ગુણો જેવા કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા વગેરે સમાય છે. તે ગુણોને લૌકિક અર્થમાં જાણ્યા છે. પરંતુ ભગવાને જેને દયા, શાંતિ વગેરે કહ્યા છે તેની ઓળખાણ પડી નથી.” આત્મા બંધનથી મુક્ત કેવી રીતે થાય? તે વિચારી ઘર્મ કરવો તે સ્વદયા “દયાના ઘણા ભેદ છે તે મોક્ષમાળા-શિક્ષાપાઠ નવમામાં બતાવ્યા છે, તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિ કાળથી કર્મબંઘ કરી દુઃખી કર્યો છે તે બંધનથી મુક્ત કેવી રીતે થાય? 333